shilpa shetty exercise in gym video viral on internet
  • Home
  • Featured
  • Video: શિલ્પા શેટ્ટીએ જીમમાં કરી જોરદાર કસરત, કહ્યું કે જીવનની ગાડી ફરી પાટે ચડશે

Video: શિલ્પા શેટ્ટીએ જીમમાં કરી જોરદાર કસરત, કહ્યું કે જીવનની ગાડી ફરી પાટે ચડશે

 | 2:01 pm IST

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની સ્ટાઇલ માટે જાણીતી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડિઓ શેર કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી જીમમાં કસરત કરતી જોવા મળી રહી છે. શિલ્પાનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને શેર કરતાં શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘આપણી આસપાસની દુનિયા ધીરે ધીરે ખુલી રહી છે અને આપણે ફરીથી આપણી જીવનની ગાડી આગળ ધપે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. આજની કસરત પીઠની માંસપેશીઓને મજબુત કરવા માટેની છે અને શરીરની શક્તિઓને વધારવાની છે. સુરક્ષીત રહો આગળ વધો.

શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ઘણા વર્ષો પછી ફિલ્મ નિકમ્મા દ્વારા અભિનયની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે. આ ફિલ્મમાં ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાણી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અભિનેત્રી ફિલ્મ હંગામા 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મીઝાન ઝાફરી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં નજર આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન