shilpa shetty looks stunning in velvet crop top skirt saree
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટીએ બ્લેક સાડીમાં જલવો બતાવી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો, સાડીની કિંમત જાણી ચોંકી જશો!

શિલ્પા શેટ્ટીએ બ્લેક સાડીમાં જલવો બતાવી બર્થ-ડે સેલિબ્રેટ કર્યો, સાડીની કિંમત જાણી ચોંકી જશો!

 | 9:45 pm IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજકાલ ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ માં જજની ભૂમિકા નિભાવી રહી છે. સ્પર્ધકોની સાથે-સાથે તે પણ પોતાના અભિનયથી શોના દર્શકોનું દિલ જીતી લે છે. શિલ્પા કેટલાક દિવસ સુધી કોરોના પોઝિટિવ આવવાના કારણે શોથી દૂર રહી હતી. મલાઇકા અરોરા તેની જગ્યાએ શોને જજ કરવા માટે આવી હતી, પરંતુ હવે શિલ્પા ફરીથી સેટ પર આવી ગઈ છે.

એક સમાચાર અનુસાર શિલ્પાનો જન્મદિવસ ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના શેટ પર આગામી શોમાં ઉજવાશે. આ પ્રસંગે શિલ્પા પ્રખ્યાત ડિઝાઇનર રીતી અર્નેજાના કલેક્શનમાંથી સાડી પહેરેલી જોવા મળશે. આ સાડી સામાન્ય સાડી નથી પરંતુ તે ખૂબ કિંમતી છે. શિલ્પા એ જે સાડી પહેરી છે એ કાળો મખમલનો સ્કર્ટ ઉપર ક્રોપ ટોપ છે અને તેની સાથે પલ્લુ પણ જોડાયેલ છે. જર્દોસીનું સુંદર ભરતકામ આખા બ્લાઉઝ અને પલ્લુ પર કરવામાં આવ્યું છે. તેની કિંમત 46 હજાર રૂપિયા છે.

આ ડ્રેસ સાથે શિલ્પા ઓક્સિડાઇઝ ઇયરિંગ્સ અને બંગડીઓ સાથે નાક પિન પહેરી રહી છે. આંખો પર સ્મોકી મેકઅપ અભિનેત્રીની સુંદરતામાં વધારો કરી રહી છે. બ્લેક કલરની આ ડિઝાઇનર સાડીમાં શિલ્પાની ટોન બોડી ફ્લોન્ટ થઈ રહી છે. અભિનેત્રીની સુંદરતા જોતા જ ફેન્સ મોહી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ના હોસ્ટ ઋત્વિક ધંજાનીએ શિલ્પાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ફોટોની સાથે કેપ્શનમાં શિલ્પાની જ સ્ટાઇલમાં લખવામાં આવ્યું હતું – ‘સુપરરર સે બહુત ઉપરરર વાલા બર્થ ડે મુબારક હો શિલ્પા શેટ્ટી મે’મ !! અને તમારા પ્રેમ અને સ્નેહ માટે દરેકને ખૂબ વંદન. ‘ તમારું આખું વર્ષ ખુશીઓથી ભરેલું રહે ‘. ફિલ્મ ‘બાઝીગર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શિલ્પા શેટ્ટીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં જ ‘હંગામા 2’ અને ‘નિકમ્મા’ ફિલ્મોથી મોટા પડદે કમબેક કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન