Shoaib Akhtar was asked to leave the LIVE show
  • Home
  • Sports
  • Cricket
  • શોએબ અખ્તરને LIVE શોથી હાંકી કઢાયો, જાણો કેમ?

શોએબ અખ્તરને LIVE શોથી હાંકી કઢાયો, જાણો કેમ?

 | 4:11 pm IST
  • Share

  • ચાલુ કાર્યક્રમમાં શોએબ અખ્તર સાથે ગેરવર્તન
  • પાકિસ્તાનના ફાસ્ટ બોલરની ચાલુ કાર્યક્રમમાં ઇજ્જત ઉતારી
  • શોએબ અખ્તરે આપ્યું રાજીનામું

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર એક વિવાદ પતે તે પહેલા જ બીજા વિવાદમાં ધસી જાય છે. મંગળવારે શોએબ અખ્તે પાકિસ્તાનમાં એક ટીવી ચેનલના કાર્યક્રમથી બહાર આવીને તરત જ ક્રિકેટ નિષ્ણાંતના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ખરેખર લાઇવ શો દરમિયાન શોએબ અખ્તરને પીટીવી પર શોના યજમાન દ્વારા સેટ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, જેના પછી તેઓએ ત્યાં જ માઇક ઉતાર્યું અને સ્ટૂડિયોથી બહાર નીકળી ગયા હતા. શોએબ અખ્તરે કહ્યું કે, ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ પર પાકિસ્તાનની પાંચ વિકેટે જીત બાદ શોમાં યજમાન દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું.

રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત શોએબ અખ્તરે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ અને 163 વન-ડે મેચ રમી છે. શોના હોસ્ટ નૌમાન નિયાજે તેમને પરત બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શોએબે કોઇ પ્રતિક્રિયા આપી નહીં અને સામાન્ય રીતે શોને ચાલુ રાખ્યો હતો.

આ વિવાદ બાદ શોએબ અખ્તરે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. આ શોમાં શોએબ અખ્તર સાથે સર વિવિયન રિચર્ડ, ડેવિડ ઉમર ગુલ, રાશિત લતિમફ, અકિબ જાવેબ અને પાકિસ્તાન મહિલા ટીમની પૂર્વ કેપ્ટન સના મીર ઉપસ્થિત હતી.

શોએબ અખ્તરનો વીડિયો

શોએબ અખ્તરે ઘટના બાદ સોશિયલ મીડિયા પર વીડિયો મૂક્યો છે. તેણે ટ્વીટરમાં લખ્યું કે આ ઘટનાની ઘણી ક્લિપ વાયરલ થઈ રહી છે તો મને થયું કે હું સ્પષ્ટતા કરૂં કે ખરેખરમાં શું થયું હતું. ડો. નોમાને ગેરવર્તન કર્યું હતું. તેમણે મને શો છોડીને જવા કહ્યું હતું. આ શરમજનક બાબત હતી. મારી સાથે સર વિવિયન રિચર્ડ્સ, અને અન્ય કેટલાક મારા સાથીઓ હતા’.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો