Shocking Incident Took Place in Valsad, Police Filed Mother Complain
  • Home
  • Featured
  • વલસાડમાં જમીનનાં ઝઘડામાં 4 સંતાનની માતાને જંગલમાં લઈ જઈ 5 લોકોએ કર્યો ગેંગરેપ

વલસાડમાં જમીનનાં ઝઘડામાં 4 સંતાનની માતાને જંગલમાં લઈ જઈ 5 લોકોએ કર્યો ગેંગરેપ

 | 9:35 pm IST

વલસાડના કપરાડામાં શરમજનક ઘટના સામે આવી છે. જમીનનાં ઝઘડામાં પાંચ શખ્સોએ ચાર સંતાનોની માતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. અને તે પણ પિતરાઈ ભાઈના કહેવાથી. જમીનના ઝઘડામાં જ્યારે પિતરાઈ પરિવારને મારવા આવ્યો ત્યારે માતા ભાગી શકી ન હતી. અને આ હવસખોરોના હાથમાં આવી ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડના કપરાડા તાલુકાના એક ગામમાં રહેતાં પરિવારનો તેના કુટુંબના અન્ય પરિવાર સાથે જમીનનો ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં એક પરિવારે બીજા પરિવાર પર હુમલો કર્યો હતો. એકસાથે 6 થી 7 લોકોએ કરેલાં હુમલાના પગલે પરિવારના સભ્યો જંગલ તરફ ભાગવા માંડ્યા હતા. જેમાં પોતાના પિયરમાં રહેતી 4 બાળકોની માતા એવી 32 વર્ષની મહિલા દોડી નહીં શકતાં યુવાનોએ તેને પકડી લીધી હતી. બાદમાં કુટુંબના પિતરાઈ ભાઈ એવાં કિશન રામજી ખરપડેએ તેની સાથેના રામદાસ સોનિયા ધરેલ, ભરત સોનિયા ઘરેલ, જીતુ લકી ઢાઢર, સંદિપ તુલિયા ઢાઢર, મુકેશ બાબુ ખરપડેને આ મહિલાને જંગલમાં લઇ જઇ તેને શબક શિખવવાની વાત કરી હતી.

જેના પગલે કિશનના પાંચ સાગરિતો મહિલાને જંગલમાં લઇ ગયા અને તેની સાથે એક પછી એક સામુહિક બળાત્કા૨ ગુજાર્યો હતો .આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ સંદર્ભે પોલીસે પાંચ હવસખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં કોરોનાથી વધુ એક મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન