• શ્રાવણમાં સાબુદાણાનો ઉપયોગ વધુ રહે છે
  • સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા પેટ ભરેલું રાખે છે
  • ખીર પચવામાં સરળ હોવાથી લાભદાયી છે

શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉપવાસમાં અવનવી વાનગીઓ ખાવાની મજા જ કંઈ અલગ છે. દરેક ઘરમાં સાબુદાણાની અનેક વાનગીઓ બને છે. તમે પણ જો સારી રીતે મસ્ત ખીરની મજા માણવા ઈચ્છો છો તો તમે આ રીતે બનાવો. ઘરના લોકો તેને ખુશીથી ખાશે. સાબુદાણામાં સ્ટાર્ચ હોય છે અને પચવામાં ભારે હોય છે, પરંતુ ફરાળમાં અન્ય કોઈ વસ્તુ નહીં ખાતાં માત્ર એની ખીર ખાવાથી પચવામાં સરળતા રહે છે. તો જાણો કઈ સામગ્રીની પડશે જરૂર.

સામગ્રી

  • સાબુદાણા
  • ફૂલ ક્રીમ મિલ્ક
  • એલચીનો પાવડર
  • ડ્રાયફ્રૂટ્સ
  • કેસર
  • ખાંડ


રીત:

સૌથી પહેલા સાબુદાણાને ખીર બનાવતાં એક-બે કલાક પહેલા પલાળી દો. હવે દૂધને ગરમ કરીને તેને સારી રીતે ઉકળવા દો. ધીરે-ધીરે દૂધ ઊકળવા લાગે અને એમાં ચાર-પાંચ ઊભરા આવે એટલે સાબુદાણા નાખી દો. દૂધને સતત હલાવતા રહો. સાબુદાણા બરાબર ગળી જવા દો. પછી એમાં ખાંડ નાંખો. ખીર ઘટ્ટ થવા માંડે અને સાબુદાણા એકદમ પારદર્શક થઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લો. હવે ખીરમાં સુધારેલો સૂકો મેવો, એલચીનો પાઉડર અને કેસર ભેળવો. સજાવટ માટે ખીર પર તમે ઇચ્છો તો કાજુ અને પિસ્તાના ટુકડા ભભરાવી શકો. એક અલગ વાટકીમાં થોડુંક દૂધ લઈને તેમાં કેસર નાંખીને તેને ઓગળવા દો. તેને પણ ખીરમાં મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલી સાબુદાણાની ખીરને ગરમ ગરમ પીરસો. તમે પણ શ્રાવણના ઉપવાસમાં જરૂરથી ટ્રાઈ કરજો. આ ખીર ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ખુબજ સરળ છે. તમારા ઘરના લોકો હોંશે હોંશે આરોગશે. 

  • Follow us on: