- પિત્ઝા આપશે ચેન્જ
- ફરાળી વસ્તુઓથી બનાવો મસ્ત ટેસ્ટી રેસિપિ
- સાબુદાણા, બટાકા, કેળામાંથી મળશે રાહત
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે જો તમે હવે થોડા દિવસો બાદ રાજગરાની વાનગીઓ, શિંગોડાની વાનગી, બટાકા, કેળા, સાબુદાણાથી કંટાળ્યા છો તો તમે તમારી પસંદનો પિત્ઝા ટ્રાય કરી શકો છો. આ બનાવવામાં થોડી મહેનત પડશે પણ તમને ઉપવાસમાં ચેન્જ મળશે. તો જાણો ઘરે કઈ રીતે સરળ રેસિપિથી તમે તેને બનાવશો.
સામગ્રી
પિત્ઝાના રોટલા માટે
- રાજગરાનો 100 ગ્રામ લોટ
- શિંગોડાનો લોટ 400 ગ્રામ
પિત્ઝાની ગ્રેવી માટે
- ટામેટા 500 ગ્રામ
- બટાકા 200 ગ્રામ
- આદુ-મરચાં
- સ્વાદ પ્રમાણે મીઠું
- એક ટેબલ સ્પૂન તેલ
- 1 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર
- 1/2 ટેબલ સ્પૂન તજ પાવડર
- 1/4 ટેબલ સ્પૂન જીરૂ
- 4 ટેબલ સ્પૂન તેલ
- 50 ગ્રામ ખાંડ
ટોપીંગ માટેની સામગ્રી
- 150 ગ્રામ લીલા કેપ્સીકમના નાના ટુકડા
- ચીઝ પીઝા ઉપર ખમણવા માટે
પિત્ઝાના રોટલા બનાવવાની રીત
સૌપ્રથમ રાજગરા તથા શિંગોડાનો લોટમાં 1/2 ટેબલ સ્પૂન તેલનું મોયણ તથા મીંઠુ નાખીને લોટને એકરસ કરી લો. ત્યાર બાદ હુંફાળા પાણીથી થોડો કઠણ કણક બાંધી લો. બાંધેલા લોટમાં પરોઠાથી થોડા વધુ જાડા રોટલા વણી લો. રોટલો વણાઇ ગયા પછી થોડા-થોડા અંતરે કાણા પાડી લો. જેથી રોટલો વધુ સારી રીતે શેકાઇ જાય. રોટલાને ધીમી આંચે કડક શેકી લો.
પિત્ઝાની ગ્રેવી માટેની રીત
સૌપ્રથમ બટાકાને બાફીને માવો કરો અને ટામેટાને ક્રશ કરી પલ્પ કાઢો. બટાકાના માવાને તથા ટામેટાના પલ્પને મિકસ કરો. એક વાસણમાં 1 ટેબલ સ્પૂન તેલ મુકી તેમાં 1/4 સ્પૂન ટેબલ સ્પૂન જીરૂ નાંખી ગરમ કરો. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં ટામેટા બટાકાનો મિક્સ કરો. તેમાં તજ પાવડર, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાં પાવડર, સ્વાદ મુજબ મીંઠુ નાખીને હલાવી લો. ગેસને ધીમી આંચે ગરમ કરવા મૂકો, 5 મિનિટ બાદ તેમાં ખાંડ નાંખીને હલાવો. ગેસની મધ્યમ આંચે ગ્રેવીને ઘટ્ટ થવા દો. ગ્રેવી ઘટ્ટ થઇ ગયા પછી તેને એક બાજુ મૂકી દો.
પિત્ઝા બનાવવાની રીત
હવે સૌપ્રથમ ફરાળી પિત્ઝાના રોટલા ઉપર ટામેટા-બટાકાની ગ્રેવી પાથરો. તેના ઉપર નાના ટુકડા કરેલા કેપ્સીકમ છુટ્ટા છુટ્ટા મુકો. તેના ઉપર સ્વાદ મુજબ ચીઝ ખમણી લો. ત્યાર બાદ પિત્ઝાના રોટલાને નોર્મલ ટેમ્પરેચર O.T.G કે માઇક્રોવેવમાં 3 થી 4 મિનિટ માટે શેકી લો.