• મખાણા હેલ્થને માટે લાભદાયી
  • સાબુદાણાની જેમ હોય છે ભરપૂર પોષક તત્વો
  • હાડકા મજબૂત કરવાની સાથે શરીરને રાખે છે ફિટ

મખાણા હેલ્થની રીતે ફાયદારૂપ માનવામાં આવે છે. સાબુદાણાની જેમ તેમાં પણ ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે છે. મખાણાના સેવનથી શરીર ફિટ અને એનર્જેટિક રહે છે. સાથે તેના સેવનથી હાડકા મજબૂત બને છે. મખાણાની ખીચડી પચવામાં સરળ હોય છે. તો જાણો તેને બનાવવાની રીત.

સામગ્રી

  • 200 ગ્રામ મખાણા
  • 1 બાફેલું બટાકું
  • 3 નંગ લીલા મરચા
  • 1/4 ચમચી મીઠું
  • 1/4 ચમચી કાળું મરચું
  • 1/2 ચમચી દેશી ઘી
  • 1/4 ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત

સૌ પહેલા મખાણા, બટાકા અને મરચાને ટુકડામાં કાપીને અલગ અલગ રાખો. ગેસ પર કૂકર રાખો અને ઘી ગરમ કરો. ગરમ ઘીમાં મખાણા નાંખો અને કાળા મરચા અને મીઠું ઉમેરો. ઉપરથી 1-5 કપ પાણી મિક્સ કરો. કૂકરનું ઢાંકણું બંધ કરો. હવે 2 સીટી આવવા સુધી ગેસ ચાલુ રાખો. કૂકરની સીટી નીકળી જાય તો તેમાં લીંબુ મિક્સ કરો. તેને તમે વ્રત વિના પણ ખાઈ શકો છો. તમે તેમાં ટામેટા, વટાણા, કોર્ન, અને કોથમીર પણ ઉમેરી શકો છો. 

  • Follow us on: