• ભગવાનની પ્રતિમા કે શિવલિંગની પૂજા થતી નથી
  • શિવના જમણા પગના અંગૂઠાની કરાય છે પૂજા
  • અહીંના પર્વત શિવજીના અંગૂઠાના કારણે ટકી રહ્યા છે

ભગવાન શિવ (Shiv)ના અનેક રૂપ છે. ભગવાન ભોળાનાથને લઈને અનેક માન્યતાઓ માનવામાં આવી રહી છે. ત્યારે અચલગઢ (Achalgadh)ની પહાડીઓની પાસેના કિલ્લાની પાસે જ અચલેશ્વર (Achaleshwar) મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. આ પહેલી જગ્યા છે જ્યાં ભગવાનની પ્રતિમા કે શિવલિંગની પૂજા ન થઈને તેમના જમણા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે. લોકોમાં અને સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે ત્યાંના પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટકી શક્યા છે. જો શિવજીનો અંગૂંઠો ન હોત તો અહીંના પર્વત નષ્ટ થઈ ગયા હોત. ભગવાન શિવના અંગૂઠાને લઈને અનેક ચમત્કાર અહીં થાય છે.

આવી છે માન્યતા

અંગૂઠાને લઈને વિવિધ માન્યતાઓ માનવામાં આવે છે. ભગવાન શિવના અંગૂઠાની નીચે પ્રાકૃતિક રીતે એક ખાડો બનેલો છે. માન્યતા છે કે તેમાં કેટલું પણ પાણી ભરાય પણ તે ટકતું નથી. શિવજી પર ચઢાવાયેલું જળ પણ અહીં જોવા મળતું નથી. આ પાણી ક્યાં જાય છે તે કોઈ જાણી શક્યું નથી. વધુ એક પૌરાણિક માન્યતા છે કે એક વાર અર્બુદ પર્વત પરના નંદીવર્ધન હલવા લાગ્યા. હિમાલય પર તપસ્યા કરી રહેલા ભગવાન શિવની તપસ્યામાં મુશ્કેલી આવી અને સાથે આ પર્વત પર ભગવાન શિવના નંદી પણ વિરાજમાન હતા. નંદીને બચાવવા માટે ભગવાન શિવે હિમાલયથી જ પોતાના અંગૂંઠાને અર્બુદ પર્વત સુધી પહોંચાડી દીધો. અને પર્વતને હલતો રોકી લીધો. આ કારણ છે કે ભગવાન શિવનો આ અંગૂઠો આ પર્વતને ઉઠાવી રહ્યો છે.

આ મંદિરમાં ચંપાનું મોટું ઝાડ છે આ ઝાડને જોઈને આ મંદિરની પ્રાચીનતાને પણ જાણી શકાય છે. મંદિરની ડાબી બાજુએ 2 કલાત્મક સ્તંભ પર ધર્મકાંટો છે. જેની શિલ્પ કળા પણ સુંદર અને અદભૂત છે. 

  • Follow us on: