• શ્રાવણમાં પણ રૂટિન વાનગીઓની માણો મજા
  • બટાકા સિવાય પણ ખાઈ શકાશે રૂટિન વાનગીઓ
  • મોરૈયો અને સાબુદાણાથી બનાવો ફરાળી ઈડલી

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જો તમે બટાકાની વાનગીઓથી કંટાળી ચૂક્યા છો અને તમને કંઈક વધુ ટેસ્ટી ખાવાનું મન છે તો તમે સરળ રીતે ફરાળી ઈડલીની મજા માણી શકો છો. આ એક પરફેક્ટ સ્નેક્સ પણ બની શકે છે. આ ઈડલીને ઉપવાસ સિવાય પણ બનાવી શકાય છે અને તમે તેનો સ્વાદ લીલી ચટણી કે નારિયેળની ચટણી સાથે માણી શકો છો. તો જાણો ફરાળી ઈડલી બનાવવાની રીત.

સામગ્રી

  • 1 કપ મોરૈયો
  • 2 ચમચા સાબુદાણા
  • 1 ચમચી ઈનો
  • 1 કપ દહીં
  • 1 ચમચી મરીનો પાવડર
  • 1 ચમચી જીરાનો પાવડર
  • 1 ચમચી તેલ
  • સ્વાદાનુસાર સિંધવ મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણાને મિક્સરમાં પીસી લો. હવે તેમા તેમાં 1 કપ દહીં ઉમેરી ને 20 મિનિટ માટે મૂકી દો. તે બાદ તેમા સિંધવ મીઠું, મરીનો ભુકો, જીરાનો પાવડર અને ઇનો મિક્સ કરી લો. હવે ઈડલી બનાવવાની ડિશમાં તેલ લગાવી લો અને તેમા તૈયાર ખીરૂ ઉમેરી લો. હવે તેને સ્ટીમ કરી લો. તે બાદ ઇડલીને બહાર નીકાળી લો. તૈયાર છે ફરાળી ઇડલી. જે ખાવાની મજા પડી જશે જેને તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. 

  • Follow us on: