sidharth-shukla-family-release-rap-on-late-actor-birth-anniversary
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિદ્ધાર્થ શુક્લાની પહેલી જન્મજયંતિ પર શહનાઝના જૂના ઘા થશે તાજા

સિદ્ધાર્થ શુક્લાની પહેલી જન્મજયંતિ પર શહનાઝના જૂના ઘા થશે તાજા

 | 11:12 pm IST
  • Share

 

  • સિદ્ધાર્થ શુક્લાનું છેલ્લું રેકોર્ડિંગ
  • સિદ્ધાર્થનો પરિવાર ચાહકોને આપશે ગિફ્ટ
  • શહનાઝના જૂના ઘા થશે તાજા

 

જાણીતા ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધનના સમાચારે બધાને ભાંગી નાખ્યા હતા. સિદ્ધાર્થના જવાથી તેની ખાસ મિત્ર શહનાઝ ગિલ ખરાબ રીતે ભાંગી પડી હતી. હાલમાં જ શહનાઝ ગિલે સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘તું યહી હૈ’ ગીત રિલીઝ કર્યું હતું. આ ગીતમાં શહનાઝે પોતાનો જીવ રેડી દીધો હતો. હવે સિદ્ધાર્થ શુક્લાનો પરિવાર તેની જન્મજયંતિ પર ચાહકોને ભેટ આપવા માંગે છે.. જે ક્યારેક બિગ બોસ સ્ટાર માટે ખાસ હતી.

સિદ્ધાર્થનું રેપ થશે રિલીઝ

સિદ્ધાર્થ શુક્લાની જન્મજયંતિ 12મી ડિસેમ્બરે છે. સિદ્ધાર્થના પરિવારમાં તેની માતા અને બહેનો છે. બધાએ સાથે મળીને નક્કી કર્યું છે કે તેઓ સિદ્ધાર્થના રેપને તેની જન્મજયંતિ પર ચાહકો સાથે શેર કરશે. સિદ્ધાર્થ શુક્લાએ પહેલીવાર રેપ કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં તેને શહનાઝ ગિલના ભાઈ શાહબાઝ બદેશાની સંપૂર્ણ મદદ મળી. આ રેપ શાહબાઝે પોતે લખ્યું છે.

શહનાઝે કરી હતી સિદ્ધાર્થની મદદ

શહનાઝ ગિલે આ રેપ બનાવવામાં સિદ્ધાર્થ શુક્લાની મદદ કરી હતી અને સ્વાભાવિક છે કે તેની સાથે તેની ઘણી યાદો જોડાયેલી હશે. હાલમાં જ શહનાઝ ગિલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન રડી પડી હતી. પ્રમોશન સમયે જ્યારે કોઈએ તેની સામે સિદ્ધાર્થ શુક્લાનું નામ લીધું તો તે પોતાની જાતને સંભાળી ન શકી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો