સિધ્ધુની હિટવિકેટ : ચૂંટણી સુધી રાજકીય પક્ષ નહીં રચે - Sandesh
  • Home
  • India
  • સિધ્ધુની હિટવિકેટ : ચૂંટણી સુધી રાજકીય પક્ષ નહીં રચે

સિધ્ધુની હિટવિકેટ : ચૂંટણી સુધી રાજકીય પક્ષ નહીં રચે

 | 5:17 am IST

ચંડીગઢ :

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિધ્ધુએ પંજાબમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલા સ્પષ્ટતા કરી હતી કે હમણાં તેઓ કોઈ રાજકીય પક્ષ રચવાની ફિરાકમાં નથી. અમારું સંગઠન ચૂંટણી લડશે નહીં. અમે કોઈ પક્ષનાં મતો તોડવા માગતા નથી. જો કે તેમણે કહ્યું હતું કે આવાઝ-એ-પંજાબનાં દરવાજા ગઠબંધન માટે ખુલ્લા રખાશે. કોઈ પણ પક્ષ બનાવવા માટે બે કે ત્રણ વર્ષનો સમય લાગે છે. પાર્ટી બનાવીને તેઓ બાદલ અને અમરિંદરની વિરૂદ્ધ મતો તોડવા માગતા નથી. હાલ આવાઝ-એ-પંજાબ એક સંગઠન તરીકે જ કામ કરશે. લુધિયાણાનાં બૈંસ બંધુઓ અને પરગટ સિંહ સાથે મળીને તેમણે આ સંગઠનની રચના કરી છે.

કપિલ શર્માનો શો છોડશે

સિધ્ધુ પંજાબની ચૂંટણી પર વધુ ધ્યાન આપવા માટે સપ્ટેમ્બર પછી કપિલ શર્મા શોમાં પણ જોવા મળશે નહીં. સિધ્ધુને આ શોથી વર્ષે રૂ. ૨૫ કરોડની કમાણી થાય છે. તેઓ પહેલી ઓક્ટોબરે અમૃતસર જઈ રહ્યા છે. પંજાબનાં હિત માટે તેઓ કામ કરશે.

એવું માનવામાં આવે છે કે હવે નવા મંચમાં સિધ્ધુ પોતે જ મુખ્યપ્રધાનપદનાં ઉમેદવાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન