signal ceo moxie marlinspike quits whatsapp cofounder brian acton to take over
  • Home
  • Tech
  • Signalના ફાઉન્ડરે આપ્યું રાજીનામું, Signalની કમાન Whatsapp કો-ફાઉન્ડરના હાથમાં

Signalના ફાઉન્ડરે આપ્યું રાજીનામું, Signalની કમાન Whatsapp કો-ફાઉન્ડરના હાથમાં

 | 12:06 pm IST
  • Share

  • Whatsappના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટનને વચગાળાનો CEO બનાવવામાં આવ્યા

  • મોક્સીએ પોતાના બ્લોગ અને ટવીટ દ્વારા રાજીનામાની માહિતી આપી

  • વર્ષ 2018માં એક્ટન અને મોક્સીએ Signal એપ શરૂ કરી હતી

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Signalના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઇકે રાજીનામું આપ્યું છે. આ રાજીનામા બાદ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટનને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગ અને ટ્વીટ દ્વારા રાજીનામાની માહિતી આપી છે.

મોક્સીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ નવું વર્ષ છે અને મેં નક્કી કર્યું છે કે મારી જાતને Signalના CEO તરીકે બદલવાનો આ સારો સમય છે.” મોક્સીએ વધુમાં કહ્યું છે કે તે હાલના ધોરણે બોર્ડનો ભાગ બનીને રહેશે  પરંતુ Signalના કાયમી CEO પદ માટે ઉમેદવારોની શોધમાં છે.

હાલમાં બ્રાયન એક્ટનને CEOની જવાબદારી સોંપવામાં આવી છે. એક્ટને 2009માં WhatsApp લોન્ચ કર્યું હતું, જે હાલમાં Signalની હરીફ એપ છે. વર્ષ 2014 માં, મેટા પ્લેટફોર્મે (ફેસબુક) WhatsAppને ખરીદ્યું. બ્રાયન એક્ટનને 2017માં Whatsapp સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. Whatsappની નવી પ્રાઈવેસી પોલિસી પછી યુઝર્સ Signal અને Telegramનો વધુ ઉપયોગ કરવા લાગ્યા હતા. Whatsappની નવી પ્રાઈવેસી પોલિસીનો સૌથી વધુ ફાયદો આ બંને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપને થયો હતો.

વર્ષ 2018માં, એક્ટને મોક્સી સાથે મળીને નોન પ્રોફિટ સંસ્થા તરીકે Signal એપ શરૂ કરી. એક્ટને તે દરમિયાન Signalમાં 5 કરોડ અમેરિકી ડૉલર અથવા લગભગ 370 કરોડનું ફંડિંગ આપ્યું હતું.

Signalએ WhatsApp જેવી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ પણ છે જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (End to End Encryption) છે. તમે તેનો ઉપયોગ Windows, iOS, Mac અને Android ઉપકરણો પર કરી શકો છો. Signal એપ્લિકેશન Signal Foundation અને Signal Messenger LLCની માલિકીની છે અને તે એક નોન પ્રોફિટ કંપની છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો