sikkim eksha kerung who-is national level boxer bike rider policewoman
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહિલા ઇચ્છે તે કરી શકે, સિક્કીમની આ દીકરી છે બોક્સર, પોલીસ અધિકારી અને સુપર મૉડલ – Pics

મહિલા ઇચ્છે તે કરી શકે, સિક્કીમની આ દીકરી છે બોક્સર, પોલીસ અધિકારી અને સુપર મૉડલ – Pics

 | 12:08 pm IST
  • Share

સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ…આવું કહીને મહિલાઓને નીચી બતાવવામાં આવે છે. પરંતુ મહિલાઓ માટે કોઇ જ વાત એવી નથી કે તે અશક્ય છે. મહિલાઓ દરેક વસ્તુ દરેક કામ એક સાથે કરી શકે છે. સ્ત્રી એક માતા, એક બહેન, એક દીકરી, એક પત્નીની છે. તે ઘર સાચવવાની સાથે નોકરી પણ કરી શકે છે. જ્યારે આજે આપણે વાત કરીશું એક એવી મહિલા વિશે કે જે બોક્સર, પોલીસ અધિકારી હોવાની સાથે એક મૉડલ પણ છે.

સિક્કિમની દીકરી, ઇક્ષા હૈંગ સુબ્બા ઉર્ફે ઇક્ષા કેંરુંગ આ વાતનો પુરાવો છે. તે એક પોલીસ અધિકારી હોવાની સાથે-સાથે નેશનલ લેવલ બોક્સર, બાઇક રાઇડર અને સુપર મૉડલ છે. હાલ તેની કેટલીક તસવીરો સામે આવી છે જો જોઇને તમે પણ ચોંકી જશો. ઇક્ષા વર્ષ 2019માં સિક્કિમ પોલીસમાં ભરતી થઇ ગચી. જોકે, હંમેશાથી મૉડેલિંગનો શોખ રહ્યો છે. તમને જણાવી દઇએ કે એક શોમાં તેને પોતાનો પરિચય આપ્યો હતો. તો શોના પૈનલિસ્ટોમાં મલાઇકા અરોરાએ ઇક્ષાને સ્ટેન્ડિંગ ઓવેશન આપતા કહ્યું હતું કે આવી મહિલાઓને સેલ્યુટ કરવાની જરૂર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો