Sindhu won the quarterfinals of Indonesian Open in 37 minutes
  • Home
  • Sports
  • Other Sports
  • સિંધુ 37 મિનિટમાં જીતીને ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

સિંધુ 37 મિનિટમાં જીતીને ઇન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી

 | 7:16 am IST
  • Share

  • જર્મન ખેલાડી યુવોને લીને 21-12, 21-18થી પરાજય આપ્યો 

  • પીવી સિંધુએ સતત સાત પોઇન્ટ હાંસલ કરીને પ્રથમ ગેમ આસાનીથી પોતાના નામે કરી

ટોચની ભારતીય શટલર પીવી સિંધુએ જર્મનીની યુવોને લીને સીધી ગેમમાં હરાવીને ઇન્ડોનેશિયા ઓપન સુપર બેડિમન્ટન ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજી ક્રમાંકિત તથા વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ બીજા રાઉન્ડના મુકાબલામાં સહેજ પણ મહેનત કર્યા વિના જર્મન ખેલાડીને માત્ર 37 મિનિટમાં 21-12, 21-18થી હરાવી હતી.

યુવોને સામે પ્રથમ વખત રમી રહેલી હૈદરાબાદી ખેલાડી પૂરી મેચ દરમિયાન કોર્ટ ઉપર હાવી રહી હતી. તેણે સતત સાત પોઇન્ટ હાંસલ કરીને પ્રથમ ગેમ આસાનીથી પોતાના નામે કરી લીધી હતી.

બીજી ગેમમાં જર્મન ખેલાડીએ વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો અને મેચને રોમાંચક બનાવી હતી પરંતુ સિંધુએ પોતાના અનુભવનો ઉપયોગ કરીને હરીફ ખેલાડીને તક આપ્યા વિના મેચ પોતાના નામે કરી લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો