sinkhole swallows three parked cars jerusalem hospital parking Video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અચાનક જ પડ્યો વિશાળકાય ખાડો અને પછી… રૂંવાડા ઉભો કરતો વીડિયો જોઇ ચોંકી જશો

અચાનક જ પડ્યો વિશાળકાય ખાડો અને પછી… રૂંવાડા ઉભો કરતો વીડિયો જોઇ ચોંકી જશો

 | 10:33 am IST
  • Share

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમા હાલ જેરૂસલેમના શારે ઝેડેક મેડિકલ સેન્ટરના પાર્કિંગમાં એક વિશાળ ખાડો પડ્યો હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન, તેણે નજીકમાં પાર્ક કરેલી ત્રણ કારને પણ તેની ચપેટમાં લીધી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થતા પાર્કિંગની તસવીરો અને વીડિયોમાં જોઇ શકાય છે કે અચાનક આ ખાડો બની ગયો છે. આ પછી તેમાં એક કાર ખાબકી અને પછી ધ઼ડાધડ ખાડો વિશાળ થતો ગયો અને અન્ય કાર પણ તેમા દટાઇ ગઇ.

મળતી માહિતી અનુસાર, આ ખાડા પાસે એક ટનલનું નિર્માણ ચાલી રહ્યું હતું, જે હોસ્પિટલ અને પાર્કિંગની નીચેથી પસાર થઈ રહ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ ટનલ આંશિક રીતે તૂટી પડી, જેના કારણે તે ખાડો બની ગયો, જો કે, તાજેતરમાં સેંકડો વાહનોની ક્ષમતાવાળા એક નવું પાર્કિંગ સ્થળ ખોલ્યું હતું. પરંતુ લાગે છે કે આ ખાડો જુના પાર્કિંગ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન