Skin Care Tips Benefits Of Chocolate Facial For Glowing Skin
  • Home
  • Fashion & Beauty
  • તહેવારોની સીઝનમાં ચમકતી ત્વચા માટે ઘરે કરો ચોકલેટ ફેશિયલ

તહેવારોની સીઝનમાં ચમકતી ત્વચા માટે ઘરે કરો ચોકલેટ ફેશિયલ

 | 2:20 pm IST
  • Share

  • તહેવારોની સીઝનમાં ત્વચા પર ચમક મેળવવા કરો ચોકલેટ ફેશિયલ

  • ચોકલેટ ફેશિયલથી ત્વચા પર આવે છે જોરદાર ચમક

  • ત્વચાને રાખે છે હાઇડ્રેટેડ અને ગ્લોઇંગ

તહેવારોની સીઝનમાં દરેક મહિલાઓ સુંદર દેખાવા માટે પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખે છે. મહિલાઓ નવરાત્રિ અને કડવા ચોથ જેવા તહેવારો પહેલા ત્વચાની સંભાળ રાખવા માટે ફેશિયલ અને ક્લીનઅપ કરાવતી હોય છે. જો તમે પણ ત્વચાને હાઇડ્રેટેડ અને ગ્લોઇંગ બનાવવા માંગતા હોવ તો આ ફેસ્ટિવ સીઝનમાં ચોકલેટ ફેશિયલ ટ્રાય કરો. ચોકલેટ ફેશિયલ ચહેરાને જોરદાર ગ્લો આપે છે. ચાલો જાણીએ ચોકલેટ ફેશિયલના ફાયદા અને ઘરે ચોકલેટ ફેશિયલ કરવાની રીત –

ઘરે આ રીતે કરો ચોકલેટ ફેશિયલ –

ચોકલેટ ફેશિયલ બનાવવા માટે તમારે રૉ ચોકલેટ અને દહીંની જરૂર પડશે. પહેલા એક પેનમાં ચોકલેટ ઓગળી લો. આ પછી આ ચોકલેટમાં દહીં ઉમેરો. દહીં અને ચોકલેટને સારી રીતે મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. 30 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

ચોકલેટ ફેશિયલ કર્યા બાદ બેથી ત્રણ દિવસ પછી ચહેરા પર ગ્લો આવે છે. તહેવારના બે દિવસ પહેલા ચોકલેટ ફેશિયલ કરાવો. ફેશિયલ કર્યાના બે દિવસ સુધી ચહેરા પર તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝર લગાવો. જેથી ચહેરાનો કુદરતી ભેજ જળવાઈ રહે.

ચોકલેટ ફેશિયલના ફાયદા –

તહેવારોમાં ઘણા કામો રહેતા હોય છે અને ઘણી વખત કામને કારણે ચહેરા પર થાક દેખાય છે. એવામાં તમે તહેવારોની સીઝનમાં ફ્રેશ ત્વચા માટે ચોકલેટ ફેશિયલનો ઉપયોગ કરી શકો છો. ચોકલેટ ફેશિયલ ચહેરા પર ગ્લો લાવે છે સાથે સાથે ચહેરાનો રંગ પણ નિખારે છે. ચોકલેટ ફેશિયલ ત્વચાની કાયાકલ્પ કરે છે, જેનાથી ચહેરા પર ચમક આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો