Skin Care Tips: Home Remedies to get Glowing Skin
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ત્વચાની ચમક પાછી લાવવા માટે અપનાવો આ ટિપ્સ, ચહેરા પર આવી જશે ચમક

ત્વચાની ચમક પાછી લાવવા માટે અપનાવો આ ટિપ્સ, ચહેરા પર આવી જશે ચમક

 | 12:46 pm IST
  • Share

આજકાલના પ્રદુષિત વાતાવરણમાં આપણને આપણી ત્વચાની ઘણી ચિંતા થાય છે, કારણ કે આ વાતાવરણમાં આપણી ત્વચા જલ્દી ચમક ગુમાવી દે છે. ખાસ કરીને ચહેરાની ચમક ઓછી થાય જાય છે. ત્વચા તડકામાં કાળી પણ થઇ જાય છે, તો ત્વચાની ખોવાયેલી ચમક પાછી મેળવવા માટે તમારે અહીં જણાવેલ ઘરેલું ઉપાયો અજમાવવા જોઈએ.

ટામેટાંનો રસ – તમે ટામેટાંનો રસ ચહેરાપર લગાવો, ટામેટાંનો રસ ચહેરાની ત્વચાને અંદરથી સાફ કરે છે. થોડીવાર પછી જયારે રસ સુકાઈ જાય ત્યારે હળવા હાથે ત્વચા પર ગલગોળ-ગોળ ઘસો અને પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરો સાફ થઇ જશે.

કુંવારપાઠું – ચહેરાની ત્વચાની કુદરતી રીતે સંભાળ લેવા માટે તમારા ચહેરા પર કુંવારપાઠું લગાવો. તમે ઘરે ઉગાડેલું કુંવારપાઠુંમાંથી જેલ ચહેરા પર લગાવી શકો છો અથવા તમે બજારમાંથી પણ ખરીદી શકો છો. તમે તમારા ચહેરા પર ગમે ત્યારે કુંવારપાઠું લગાવી શકો છો. જોકે, રાત્રે સૂતી વખતે ચહેરો સાફ કર્યા બાદ તેને લગાવવાનું ભૂલશો નહીં.

નાળિયેર તેલ – તમારા ચહેરાની ત્વચાને સાફ કરવામાં અસરકારક છે નાળિયેર તેલ. આ ચહેરાની ગંદકી સાફ કરશે, સાથે જ આનાથી મેકઅપ પણ સાફ કરી શકાય છે. આનાથી ચહેરાને નુકસાન નહીં થાય અને ત્વચા ચમકદાર બનશે.

લીંબૂ – લીંબૂમાં મોટી માત્રમાં વિટામિન સી મળી આવે છે. લીંબૂનો રસ ચહેરા પર લગાવવાથી ત્વચા પર ચમક આવે છે. સાથે જ ચહેરા પરની ગંદકી પણ સાફ થઇ જાય છે.

દહીં – ચહેરા માટે દહીં ફાયદાકારક હોય છે. દહીંથી ત્વચાને ભેજ મળે છે અને ચહેરાની ગંદકી દૂર થાય છે. દહીં ત્વચા પરથી ટેનિંગ પણ દૂર કરે છે અને ચહેરાની ત્વચાને સ્વસ્થ બનાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો