Sleeping While Sitting can be dangerous know Benefits And Side Effects
  • Home
  • Featured
  • બેઠાં-બેઠાં ઊંઘવું બની શકે છે જીવલેણ, જાણી લો નુકસાન અને ફાયદાઓ

બેઠાં-બેઠાં ઊંઘવું બની શકે છે જીવલેણ, જાણી લો નુકસાન અને ફાયદાઓ

 | 5:53 pm IST
  • Share

  • દરેક વ્યક્તિની ઊંઘવાની રીત અલગ હોય છે

  • જુદી-જુદી રીતે ઊંઘવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે

ઊંઘવું આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે, ઊંઘવા દરમિયાન, આપણું શરીર અને સ્નાયુઓ પોતાને રીપેર કરે છે અને થાકથી પણ રાહત મળે છે. પરંતુ, દરેક વ્યક્તિ જુદી-જુદી રીતે ઊંઘતી હોય છે. કેટલાક લોકો પેટ ઊંધા ઊંઘે છે તો કેટલાક લોકો સુધા ઊંઘે છે, પણ કેટલાક લોકો હોય છે બેઠાં-બેઠાં ઊંઘી જાય છે. પણ બેઠાં-બેઠાં ઊંઘવાના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે. બેઠાં-બેઠાં ઊંઘવું મૃત્યુનું કારણ પણ બની શકે છે!

શું બેઠાં-બેઠાં ઊંઘવું બની શકે મૃત્યુનું કારણ?

બેસીને ઊંઘવું સીધી રીતે આપણા જીવનું દુશ્મન નથી બનતું પણ જો તમે મોટાભાગે બેસીને ઊંઘતા હોવ તો એ આપણા માટે ખતરો બની શકે છે. કારણ કે, લાંબા સમય સુધી બેસી રહેવું ડીપ વેઈન થ્રોમ્બોસિસ (deep vein thrombosis)નું કારણ બની શકે છે. આ બીમારીમાં વધુ પડતા બેસી રહેવાના કારણે, પગની રક્ત ધમનીઓમાં ગાંઠ બનવા લાગે છે. જયારે આ ગાંઠનો કોઈ ભાગ તૂટી જાય છે અને હૃદય અથવા મગજની નસો સુધી પહોંચી જાય તો હૃદય અને મગજ સુધી પહોંચતું લોહી અવરોધાય છે. જેનાથી મૃત્યુ થઈ શકે છે.

બેઠાં-બેઠાં ઊંઘવાથી થતા નુકસાન –

જો તમને બેઠાં-બેઠાં ઊંઘવાની આદત હોય તો લાંબા સમય સુધી બેસવાથી તમારી પીઠના સ્નાયુઓમાં જડતા આવી શકે છે. જે કમર અને પીઠના દુઃખાવાની સમસ્યાનું કારણ બની શકે છે.

બેસવાથી ઘૂંટણ પર વધુ દબાણ આવે છે અને તેમની વળવાની ક્ષમતા ઓછી થાય છે. જેના કારણે તમને ઘૂંટણમાં દુઃખાવો અથવા ચાલવામાં તકલીફ પડી શકે છે.

લાંબા સમય સુધી બેસવાથી શરીરમાં લોહીના પ્રવાહ પર અસર પડી શકે છે. આ કારણે લોહીનો પ્રવાહ અવરોધિત થઈ શકે છે.

બેઠાં-બેઠાં ઊંઘવાના ફાયદા –

સ્લીપ એપનિયાને કારણે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે ગાઢ અને પૂરતી ઊંઘ મેળવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે બેસીને ઊંઘો છો, તો તમે સ્લીપ એપનિયાના લક્ષણોમાંથી રાહત મેળવી શકો છો.

સગર્ભા સ્ત્રીઓ બેસવા, સૂવા વગેરેમાં આરામદાયક સ્થિતિ શોધે છે. તેથી, જો તેને બેસીને ઊંઘવું આરામદાયક લાગે, તો તે આ મુદ્રાનો ઉપયોગ કરી શકે છે.

જ્યારે ઊંઘી જાઓ ત્યારે એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે. જેનાથી છાતીમાં બળતરાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ બેઠાં-બેઠાં ઊંઘતી વખતે આ સમસ્યા નડતી નથી.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો