સ્માર્ટફેનને વાપરવા સ્માર્ટ થવું જરૂરી - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્માર્ટફેનને વાપરવા સ્માર્ટ થવું જરૂરી

સ્માર્ટફેનને વાપરવા સ્માર્ટ થવું જરૂરી

 | 4:23 am IST
  • Share

ટેક્નો ટોકઃ જ્હાનવી દર્શન

ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની દુનિયામાં વિશ્વની સાથેસાથે ભારત દેશ પણ આગળ નીકળી ચૂક્યો છે. જે પૈકી અસંખ્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની શોધ થઈ અને આપણે ખૂબ જ ઝડથી તેનો સ્વીકાર કર્યો. હા, અહીં આજે આપણે વાત કરીશું સ્માર્ટફેનને વાપરવા સ્માર્ટ થવું જરૂરી છે, ખાસ કરીને દરેકે દરેક ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતા એન્ટી-રેઝ માનવ શરીરને નુક્સાનકર્તા છે. આવો, તો જાણીએ સ્માર્ટફેનની રાત્રી રમતનાં સારા નરસા પરિણામો.

અત્રે ઉલ્લેખ્ખનીય છે તે પ્રમાણે એપલ આઈફેનનાં પ્રણેતા સ્ટીવ જોબ્સેે પોતાના સંતાનોને સ્માર્ટફેનથી દૂર રાખેલા કારણ કે તેઓએ રજુ કરેલા આ જોખમી ગેઝેટના ફયદા અને ગેરફયદા જાણતા હતા.

બ્લ્યુલાઈટ ફીલ્ટર –

એક એવી એપ છે જેઓને સતત સ્માર્ટફેનમાં કાર્યરત રહેવું પડે છે અથવા એવા બાળકો જેને સતત સ્માર્ટફેન સાથે રમવાની આદત પાડી દેવામાં આવી છે તેવા લોકો માટે મહદઅંશે આશીર્વાદરૂપ છે, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય તો.

બ્લ્યુલાઈટ ફીલ્ટરનું મુખ્ય કામ તમારી આંખોને સલામત રાખવાનું છે. આ સ્ક્રીન ફીલ્ટર સાત વિવિધ પ્રકારનાં કુદરતી રંગોમાં ઉપલબ્ધ છે. જેના થકી તમે ન્યુઝ, ઈમેઈલ અને વેબસાઈટ સ્પષ્ટપણે વાંચી શકો છો. આ એપ્લિકેશન તમારા સ્ક્રીનને ઝાંખો નથી પાડતો પણ સ્ક્રીનનાં રંગને બ્લ્યુલાઈટ પ્રમાણે એડજેસ્ટ કરે છે, જે તમારી આંખોને ઓછું નુક્સાન કરે છે. આ ફ્લ્ટિર તમારા સ્માર્ટફેનનાં સ્ક્રીનને રાત્રીનાં સ્ક્રીનમાં પણ તબદીલ કરે છે.

ખાસ કરીને રાત્રીનાં સમયે સ્માર્ટફેનમાંથી આવતી સીધેસીધી બ્લ્યુલાઈટ તમારી કીકીને મોટા પ્રમાણમાં નુક્સાન કરે છે જેના કારણે આંખની  મધ્ય દ્રષ્ટી જતી રહે છે. પરિણામે તમારી સામે કોણ ઊભું છે એ તમને ખ્યાલ આવતો નથી. આ સિવાય આંખમાં મોતીયો આવવાની ઉંમર ૧૫ થી ૨૦ વર્ષ વહેલી થઈ જાય છે. રાત્રીની ઊંઘનાં પ્રમાણ ઉપર પણ બ્લ્યુલાઈટ ભારે નુક્સાનકારક છે. રાત્રીના સમયે ઊંઘ આવવા માટે મગજમાંથી મેલાટોની નામનું તત્વ કામ કરતું હોય છે તેને પણ બ્લ્યુલાઈટ નુક્સાન કરે છે. પરિણામે મગજ અને ઊંઘ બન્નેને લગતી બાબતોમાં અવરોધ પેદા થાય છે.

આમ સ્માર્ટફેન સિવાયનાં અન્ય ગેઝેટ્સમાંથી પણ નીકળતાં એન્ટી-રેઝ માનવજીવન માટે લાંબાગાળે કેટલા ખતરનાક છે તે સમજી લઈને હવે આપણે સ્માર્ટ થવું જરૂરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો