Soft અને Hard કૌશલ્યો - Sandesh

Soft અને Hard કૌશલ્યો

 | 4:20 am IST
  • Share

કોઈપણ ઔધોગિક એકમના કાર્યસ્થળ ઉપર વિવિધ કામગીરીમાં વ્યસ્ત પ્રત્યેક સ્તરના અધિકારીઓ કે પ્રાધિકારીઓમાં બંને પ્રકારના કૌશલ્યો- Hard અને Soft હોવા જરૂરી છે. કોઈપણ ઔધોગિક એકમ પછી તે મધ્યમ કદનું હોય કે મહાકાય હોય, તેઓની જુદા જુદા વિભાગો માટે જરૂરી ઉમેદવારોને આવકારની જાહેરાતોમાં પણ હવે તો ઉમેદવારોમાં તકનીકી કૌશલ્યો ઉપરાંત આંતરવૈયક્તિક સંબંધો જાળવી રાખવાનું કૌશલ્ય, ટીમ નિર્માણનું કૌશલ્ય, પ્રત્યાપન કૌશલ્ય જેવા કૌશલ્યો હોય એવો આગ્રહ રખાય છે.

કોઈ વ્યક્તિ એકાઉન્ટિંગમાં, પ્રોગ્રામિંગમાં, સંખ્યાકીય ગણતરીઓમાં કે તકનીકી બાબતોમાં નિપુણ હોય તો તેનામાં Hard કૌશલ્યો છે એમ કહેવાય. પરંતુ જેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સુમેળભર્યા સંબંધો બાંધવાનું, સસ્મિત આવકારવાનું, સરળ પ્રત્યાયન કરવાનું, એક ટીમ તરીકે કામ કરવાનું ઈત્યાદિ આવડત હોય તો તેનામાં Soft કૌશલ્યો છે, એમ કહેવાય.

આંખના કોઈ નિષ્ણાત ડોકટર ખૂબ કાબેલિયત અને ચોક્કસાઈથી આંખની હજારો સફળ શસ્ત્રક્રિયાઓ કરતા હોય, પરંતુ તેઓ દર્દી સાથે હદયતાથી ભળી જઈ તેના પ્રશ્નોના સંતોષપૂર્વક જવાબ ન આપતા હોય, તેની સાથે માનવીય વ્યવહાર ન કરતા હોય તો તેમનામાં Soft કૌશલ્યોનો અભાવ છે એમ કહેવાય. Hard કૌશલ્યો અને Soft કૌશલ્યોનો એકમેકના પ્રતિસ્પર્ધી નથી, બંને એકબીજાના પૂરક છે. Hard કૌશલ્યો તમારો બુદ્ધિઆંક પ્રર્દિશત કરે છે; વ્યક્તિના મગજમાં ડાબી તરફનો વિભાગ આ કૌશલ્યોને પ્રેરિત કરતો રહે છે; જયારે Soft કૌશલ્યો જે તે વ્યક્તિના ભાવનાત્મક આંકને પ્રર્દિશત કરે છે અને વ્યક્તિના મગજમાં જમણી તરફનો વિભાગ આવા કૌશલ્યોને પ્રેરિત કરતો રહે છે.

ઔધોગિક એકમના કાર્યસ્થળ ઉપર જ નહિ, અન્યત્ર પણ આપણે સતત તરેહ તરેહના સ્વભાવ, તરેહ તરેહની બુદ્ધિકક્ષા, તરેહ તરેહના વલણ ધરાવતી વ્યક્તિઓ સાથે જ કામ લેવાનું હોય છે. આવી તમામ પ્રકારની વ્યક્તિઓ સાથે સુમેળભર્યો વ્યવહાર તેમની સાથેના સન્માનીય સંબંધો લાંબાગાળા સુધી ટકી રહે એ માટે આંતરવૈયક્તિક કૌશલ્યનું અતિમહત્ત્વ છે. Soft કૌશલ્યો વિકસાવવાના ગણિત કે ભૌતિકશાસ્ત્રનાં સૂત્રો જેવા સુનિશ્ચિત કે સુવાખ્યાયિત સૂત્રો નથી હોતા. તમારામાં ભાવનાત્મક પરિસ્થિતિઓને સમજવાની વ્યક્તિો કે ઘટનાઓને સહાનુભૂતિથી સમજવાની કેટલી આવડત છે તેના ઉપર તમારી આંતરવૈયક્તિક કુનેહની માત્રા નિર્ભર છે. વ્યક્તિએ વ્યક્તિએ તેનો કેટલો, કયાં વિનિયોગ કરવો એ નક્કી કરવું પડતું હોય છે; તમારા આ પ્રકારનો કૌશલ્યોમાં સતત સુધારણા પણ શક્ય છે. તમારી નોકરી અને તમારા કારકિર્દીપથ અને તમારી ટીમમાં કામ કરતા તમામ સહકાર્યકરોની નોકરીમાં ઉત્કર્ષ માટે આ પ્રકારનું કૌશલ્ય અતિ મહત્ત્વનું છે. ર્જીકં કૌશલ્યો તમારી આંતરિક શક્તિ અને તમે જીવન અને કાર્ય પ્રત્યે કેવો અભિગમ ધરાવો છે તેના દ્યોતક છે.

Soft કૌશલ્યો વિકસાવવા સ્વસંચાલનના કેટલાંક કૌશલ્યો પણ વિકસાવવા જરૂરી છે – તમને શું અભિપ્રેરિત કરે છે, શું અવરોધે છે, શું વિચલિત કરે છે એ સઘળી બાબતોની સ્વજાગરુકતા અને આત્મવિશ્વાસ વિકસાવવા જરૂરી બને છે. તાણ કે તણાવ સંચાલન, સમય સંચાલનની પણ કુનેહ હોવી જોઈએ. વિપરીત પરિસ્થતિઓમાં કામ પાર પાડવાની કુનેહ હોવી જોઈએ. સમજાવટનું કૌશલ્ય અને સંબંધોની એક જાળ ઊલટી કરવાની પણ આવડત હોવી જોઈએ.

અન્ય વ્યક્તિઓ સાથે સરળ અને સફળ પ્રત્યાપન કરવું એ એક મહત્ત્વનું ર્જીકં કૌશલ્ય છે. એટલું જ અગત્યનું છે. ટીમ ભાવના જગાવવાનું કૌશલ્ય. કોઈપણ ઔધોગિક એકમની સફળતાનો આધાર તેની જુદી-જુદી વિભાગીય ટીમોએ જન્માવેલી ટીમભાવના અને સંસ્થાકીય લક્ષ્યને હાંસલ કરવાની પ્રતિબધ્ધતા.

Hard કૌશલ્યો પણ એટલાં જ જરૂરી છે- તમે કઈ કારકિર્દી અને કારકિર્દીપથ પસંદ કરો છો એના ઉપર આ બંનેથી કયા પ્રકારનાં કૌશલ્યો વધુ વિકસાવવા એનો આધાર છે, તમામ કામગીરી એવા પ્રકારની હોય કે તમારે વિસ્તૃત માહિતીનું વૈજ્ઞાાનિક ઢબે વિશ્લેષણ કરવાનું હોય તો તમે સંખ્યાકિય વિશ્લેષણ પધ્ધતિઓથી વાકેફ હોવા જ જોઈએ; તમારા કામનો પ્રકાર જ એવો હોય કે તમારે સ્ટોરેજ સિસ્ટમ વિશે કે નેટવર્ક અને ઈફર્મેશન સિસ્ટમ વિશે તકનીકી જ્ઞાાન હાંસલ કરવું જ પડે.

તમારે તમારા કાર્યસ્થળ ઉપર મેનેજર અને લીડરએ બંને ભૂમિકાઓ અદા કરવાની હોય તો તમારી પાસે Hard અને Soft પ્રકારના બંને કૌશલ્યો હોવા જ જોઈએ. તકનીકી આવડતની સાથે સાથે તમારે વારંવાર ગ્રાહકો, સહકાર્યકરો, સુપરવાઈઝરો વળી અન્ય હિતધારકો જેવા કે વિતરકો, ડિલરો સાથે આંતરક્રિયા કરવાની હોવાથી ર્જીકં કૌશલ્યો વિકસાવવા એટલું જ મહત્ત્વનું છે. ?

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો