solar eclipse good effect on zodiac signs predictions
  • Home
  • Astro
  • આવતી કાલે વર્ષનું અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે ફાયદો

આવતી કાલે વર્ષનું અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે ફાયદો

 | 12:00 pm IST
  • Share

    • આવતીકાલે થશે ખગ્રાસ સૂર્યગ્રહણ

    • સૂર્યગ્રહણ આવતીકાલે શનિ અમાસના દિવસે થશે

    • ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણની ઘટનાનું વિશેષ મહત્વ

 

આવતીકાલે વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આ સૂર્યગ્રહણ આવતીકાલે શનિ અમાસના દિવસે થશે. આવતીકાલે વર્ષના છેલ્લા મહિનાની 4 તારીખે સૂર્યગ્રહણ છે. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણની ઘટનાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ ગ્રહણને શુભ માનવામાં આવતું નથી. આ સૂર્યગ્રહણ જ્યોતિષની દૃષ્ટિએ ખુબ મહત્ત્વનુ છે.

આ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિમાં થશે. આ સૂર્યગ્રહણ આંશિક હશે જે દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકામાં દેખાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે તેનો સુતક કાળ ભારતમાં રહેશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય છે તો તેની અસર તમામ લોકો પર અવશ્ય પડે છે. તેની અસર શુભ અને અશુભ બંને હોય છે. આવી સ્થિતિમાં, 04 ડિસેમ્બરે સૂર્યગ્રહણની અસર અમુક રાશિઓ પર ચોક્કસ પડશે.

વૃષભ રાશિ
04 ડિસેમ્બર 2021ના રોજ થનારું સૂર્યગ્રહણ તમારા માટે શુભ રહેશે. તમને તમારી કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે.

મિથુન રાશિ
વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ તમારા માટે વરદાનથી ઓછું નહીં હોય. તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવનાર છે.

કન્યા રાશિ
તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો સાચા સાબિત થશે. તમને આર્થિક સમૃદ્ધિ મળશે. કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

ધન રાશિ
આ રાશિના લોકોને પ્રગતિની સાથે પોતાના પ્રિયજનો તરફથી ઘણું માન અને ખ્યાતિ મળશે.

મીન રાશિ
આવતી કાલે થનારું સૂર્યગ્રહણ મીન રાશિના લોકોના પરિવારમાં અનેક પ્રકારની ખુશીઓ લઈને આવી રહ્યું છે. આર્થિક વૃદ્ધિના મજબૂત સંકેતો છે.

ગ્રહણમાં સુતકનો સમયગાળો

ગ્રહણમાં સૂતકનું વિશેષ મહત્વ છે. સુતકને શુભ માનવામાં આવતું નથી. આ ગ્રહણ ભારતમાં નહીં થાય તેથી તેનું સુતક માન્ય રહેશે નહીં. સૂતકનો સમયગાળો ગ્રહણના થોડા કલાકો પહેલા શરૂ થાય છે. સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના લગભગ 12 કલાક જેટલો સમય લે છે. બીજી તરફ, સુતકનો સમયગાળો ચંદ્રગ્રહણ પહેલા 9 કલાક લે છે. સુતક કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

સૂર્યગ્રહણનો સમય
ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ સવારે 11.05 થી બપોરે 03.07 સુધી ચાલશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો