Solar eclipses were observed in many parts of the world, including India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સૂર્યગ્રહણ થયું સમાપ્ત, કેનેડામાં જોવા મળ્યો નયનરમ્ય નજારો, જૂઓ તસવીરો

સૂર્યગ્રહણ થયું સમાપ્ત, કેનેડામાં જોવા મળ્યો નયનરમ્ય નજારો, જૂઓ તસવીરો

 | 7:25 pm IST
  • Share

ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણ બપોરે 01.42 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 06.41 વાગ્યે સમાપ્ત થયુ હતું. આ સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 5 કલાકનો રહ્યો હતો. આ ગ્રહણ માત્ર આંશિકરૂપે ભારતમાં દેખાયુ હતું, તેથી ઘણા ભારતીયો નિરાશ થયા હતા.

આ સૂર્યગ્રહણ વિશેની ખાસ વાત એ હતી કે સૂર્ય ‘રિંગ ઓફ ફાયર’ એટલે કે એક આગથી બનેલી વીંટીની જેમ દેખાયો. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સાથે ગોઠવાય છે અને ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યના કેન્દ્રને આવરે છે, ત્યારે માત્ર સૂર્યની તેજસ્વી ધાર દેખાય છે. ગ્રહણની આ સ્થિતિને ‘રીંગ ઓફ ફાયર’ કહેવામાં આવે છે.

ભારતમાં તે અરૂણાચલ પ્રદેશ અને લદ્દાખમાં આંશિકરૂપે જ દેખાયું હતું. આ ઉપરાંત સૂર્યગ્રહણ અમેરિકા, યુરોપ અને એશિયામાં આંશિકરૂપે જોવા મળ્યું.

ઉત્તરી કેનેડા, રશિયા અને ગ્રીનલેન્ડમાં સૂર્યગ્રહણનો સંપૂર્ણ નજારો જોવા મળ્યો હતો. આજે કેનેડાના લોકો સૌથી વધુ ભાગ્યશાળી છે કારણ કે અહીં સૂર્યગ્રહણનો શ્રેષ્ઠ નજારો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન