Some ailments are also caused by smartphones Screen
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સ્માર્ટફોન દ્વારા પણ થાય છે કેટલીક બિમારી, ટૂથપેસ્ટ વડે સ્ક્રિન સાફ કરવાથી થાય છે ફાયદો

સ્માર્ટફોન દ્વારા પણ થાય છે કેટલીક બિમારી, ટૂથપેસ્ટ વડે સ્ક્રિન સાફ કરવાથી થાય છે ફાયદો

 | 11:50 am IST
  • Share

આજના આ સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તમામ લોકો જાણે પણ છે કે સ્માર્ટફોન દ્વારા કેટલાક પ્રકારની બીમારીઓ પણ થાય છે. કહવેમાં આવે છે કે મોબાઈલ ફોનની સ્ક્રિન ઉપર અલગ અલગ પ્રકારના કેટલાય વાયરસ હોય છે. એવામાં મોબાઈલ ફોનની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. આજે અમે તમને કટલીક સરળ ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા ફોનની સ્ક્રિનને સુંદર અને ચોખ્ખી રાખી શકશો.

લોકો હંમેશા ફોનને સાફ કરવા માટે ટિશ્યુ પેપર અથવા તો કોઈ કપડાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેના માટે જો તમે કોમળ કપડાનો ઉપયોગ કરશો તો સ્ક્રીન ઉપર સ્ક્રેચ નહીં પડે. સાથે જ સ્ક્રીન સરળતાથી સાફ થઈ જશે. તેના માટે તમે માઈક્રો ફાઈબર કપડાનો ઉપયોગ કરી શકો છો.

મોબાઈલ ફોનની સ્ક્રિન સાફ કરવા માટે બજારમાં કેટલાક પ્રકારના ક્લીનિંગ લિક્વિડ ઉપલબ્ધ છે. જેની મદદથી સ્ક્રિનને સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે તમારે લિક્વિડને કપડા પર લઈને સ્ક્રિનને સરળતાથી સાફ કરી શકો છો.

ફોનની સ્ક્રિન સાફ કરતા સમયે ધ્યાન રાખવા જેવી અગત્ય બાબત એ છે કે સ્ક્રિન ઉપર વધારે વજન ન આપો. સ્ક્રિને હળવા હાથે સાફ કરો. કારણ કે સ્ક્રિન ઉપર વધારે દબાણ કરવાથી સ્ક્રિનને નુકસાન થઈ શકે છે.

ફોનની સ્ક્રિન સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તમને આ સાંભળવામાં થોડી અજીબ લાગશે પરંતુ ટૂથપેસ્ટ સ્ક્રિન પર લગાવી ધીરે ધીરે સાફ કરો. તેના પછી કોમળ કપડાથી તેને સાફ કરી દો. જેના પછી તમારી સ્ક્રિન એકદમ સુંદર નજરે પડશે. સાથે સ્ક્રેચ પણ ઓછા થઈ જશે.

ફોનની સ્ક્રિન સાફ રાખવા માટે એક સારું ફોન કવર રાખવું જરૂરી છે. જેથી મોબાઈલને નુકસાન ન થાય અને સાફ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન