Some countries are unwilling to consider a Sinopharm vaccine certification
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચાઈનિઝ વેક્સિન લઈને મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયું પાકિસ્તાન, ઈમરાન સામે લોકોનો રોષ

ચાઈનિઝ વેક્સિન લઈને મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયું પાકિસ્તાન, ઈમરાન સામે લોકોનો રોષ

 | 10:30 pm IST
  • Share

પાકિસ્તાન ચીન દ્વારા ઉત્પાદિત કોરોના રસી સિનોફાર્મ(Sinopharm) લઈને ફસાઈ ગયું છે. પાકિસ્તાનમાં તમામ લોકો Sinopharm લગાવી ચુક્યા છે, પરંતુ હવે કેટલાક દેશો આ રસીનું પ્રમાણપત્ર માનવા તૈયાર નથી. મામલો એટલો ખરાબ થઈ ગયો છે કે ઈમરાન ખાનને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરાન પોતે હવે આવા દેશો સાથે વાત કરી રહ્યા છે જે Sinopharmનું પ્રમાણપત્ર સ્વીકારતા નથી.

ઇમરાનના મંત્રીએ સ્પષ્ટતા કરી

ઇમરાનના મંત્રીએ મીડિયામાં સફારી આપી છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રશીદ અહેમદે કહ્યું કે ‘વડા પ્રધાન ઇમરાન ખાને કેબિનેટને જાણ કરી દીધી છે કે તેઓ આ મામલે સંબંધિત દેશોના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

સાઉદી અરેબિયાએ ઇમરાનને ટેન્શન આપ્યું

સાઉદી અરબના વલણથી પાકિસ્તાનના માથાનો દુખાવો વધ્યો છે. સાઉદી અરબ પણ ચાઇનીઝ રસીના રસીકરણના પ્રમાણપત્રને માન્યતા આપી રહ્યું નથી. સાઉદી અરબમાં ફક્ત ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જહોનસન અને જહોનસન રસીને સલામત માનવામાં આવે છે. આને લીધે પાકિસ્તાનથી હજ યાત્રા માટે જવા માંગતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, સાઉદી અરબ ચીની રસીને સલામત માનતુ નથી, જેના કારણે પાકિસ્તાનીઓ ત્યાં પ્રવેશ મળી રહ્યો નથી.

ફાઈઝરની અછત

આને લીધે પાકિસ્તાન સરકારે નિર્ણય લીધો કે વિદેશમાં કામ કરતા અથવા બહાર જતા લોકોને એક મહિનાની અંદર ફાઈઝરની રસી આપવામાં આવશે, પરંતુ પાકિસ્તાનમાં તેની અછત વર્તાઈ રહી છે. હવે પાકિસ્તાન ચેતવણી આપી રહ્યું છે કે જો વૈશ્વિક સ્તરે આ મુદ્દાનો નિર્ણય લેવામાં નહીં આવે તો ચીની રસીના રસીકરણ પ્રમાણપત્ર નહી સ્વિકારનાર દેશો સમગ્ર વિશ્વ માટે સમસ્યા બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન