Sonia Gave 5 Important Advice To PM Modi To Fight Against Corona
  • Home
  • Corona live
  • કોરોના સામે લડવામાં સોનિયા ગાંધીની PM મોદીને 5 સલાહ, એક જ ઝાટકે આવશે કરોડો રૂપિયા

કોરોના સામે લડવામાં સોનિયા ગાંધીની PM મોદીને 5 સલાહ, એક જ ઝાટકે આવશે કરોડો રૂપિયા

 | 3:42 pm IST

ભારતમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે અને સરકાર તરફથી મહામારીને પહોંચી વળવા માટે ઘણા મોટા નિર્ણયો ઉઠાવવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષનાં નેતાઓ સાથે ફોન પર વાત કરી અને કોરોના સામે લડવા માટેનાં મંતવ્યો માંગ્યા. હવે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને કેટલીક સલાહ આપી છે, જેના પર તરત જ અમલ કરવાની અપીલ કરી છે.

સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા સાંસદોની સૈલરીમાં 30 ટકાનો કાપ મુકવાનાં નિર્ણયનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીની સામે 5 સલાહ પણ રાખી છે, જે આ પ્રકારે છે.

5 મહત્વની સલાહ

1. સરકાર દ્વારા ટેલીવિઝન, પ્રિન્ટ અને ઑનલાઇન મીડિયાને આપવામાં આવેલી જાહેરાતો પર રોક લગાવવી જોઇએ. આને બે વર્ષ માટે બંધ કરવી જોઇએ જેનાથી 1250 કરોડ રૂપિયાની જે બચત થશે તેનો ઉપયોગ કોરોના સામે લડવામાં કરવો જોઇએ.
2. સરકાર દ્વારા સરકારી બિલ્ડિંગમાં કંસ્ટ્રક્શનનાં કામ માટે જે 20 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે તેને રોકી દેવા જોઇએ. મને વિશ્વાસ છે કે સંસદની વર્તમાન બિલ્ડિંગથી કામ કરી શકાય છે. આ રકમથી હૉસ્પિટલમાં સુધારો, PPE જેવી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
3. સાંસદોનાં પેન્શન, સેલરીમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે, તેનો ઉપયોગ મજૂરો, ખેડૂતો, નાના વેપારીઓને આર્થિક મદદ આપીને કરવામાં આવી શકે છે.


4. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રિય મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યનાં મંત્રીઓ સહિત તમામ અધિકારીઓની વિદેશ યાત્રા પર રોક લગાવવી જોઇએ. આવી યાત્રાઓથી બચવા માટે રૂપિયાનો ઉપયોગ કોરોના સામે લડવામાં કરવામાં આવી શકે છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી અને કેન્દ્રિય મંત્રીઓની યાત્રાઓ રોકવાથી 393 કરોડ રૂપિયા બચી શકે છે.
5. પ્રધાનમંત્રી કેયર્સમાં જેટલી પણ રકમ મદદ માટે આવી છે તેને પ્રધાનમંત્રી રાહત કોષમાં ટ્રાન્સફર કરવી જોઇએ. આનાથી પારદર્શિતા આવશે. અત્યારે પ્રધાનમંત્રી રાહત કોષમાં 3800 કરોડની રકમ પડી છે. આવામાં બંને ફંડની રકમને મેળવીને ઉપયોગમાં લઇ શકાય છે.

MPLADની રકમને પણ ઉપયોગમાં લેવામાં આવશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે સોમવારનાં કેબિનેટમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ સહિત તમામ સાંસદોની સેલરી અથવા પેન્શનમાંથી 30 ટકાનો કાપ મુકવાની જાહેરાત કરી હતી. આ રાશિનો ઉપયોગ કોરોના વિરુદ્ધ લડવામાં કરવામાં આવશે. આ ઉપરાંત MPLADની રકમને પણ ઉપયોગમાં લેવામાં આવશે. જેનો અનેક રાજકીય દળોએ વિરોધ કર્યો હતો.

આ વિડીયો પણ જુઓ: સુરેન્દ્રનગરમાં બેંક ખાતે લોકોમાં સામાજીક અંતરનો અભાવ જોવા મળ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન