sooryavanshi trailer launch akshay kumar ajay devgan rohit shetty
  • Home
  • Featured
  • PHOTOS: કરોડોની ગાડી લઈને સ્ટાર આવ્યાં સુર્યવંશીના ટ્રેલર લોન્ચમાં, બધાના સિક્કા પડી ગયાં

PHOTOS: કરોડોની ગાડી લઈને સ્ટાર આવ્યાં સુર્યવંશીના ટ્રેલર લોન્ચમાં, બધાના સિક્કા પડી ગયાં

 | 3:30 pm IST

રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરેલી ફિલ્મ સુર્યવંશીનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મમાં એક્શન અને ડ્રામાનો ડોઝ છે. પરંતુ આ વખતે ફિલ્મમાં માત્ર અક્ષય કુમાર જ નથી. પરંતુ રણવીર સિંહ અને અજય દેવગણ પણ છે. સાથે જ હોટ અભિનેત્રી કેટરિના પણ જોવા મળવાની છે. એવામાં ટ્રેલર લોન્ચ વખતે બધા સેલેબ્રિટીનો દમદાર લૂક જોવા મળ્યો હતો. બધા પોતપોતાની મોંઘીદાટ ગાડીઓ લઈને આવ્યા હતા. તો વળી કેટરિના પોતાની રેન્જ રોવર લઈને આવી હતી.

અક્ષય કુમાર બાઈક લઈને આવ્યો હતો. તે હોન્ડા CBR મોડલની બાઈક હતી. 2015માં તેની કિંમત 7.3 લાખ હતી. ડાયરેક્ટર રોહિત શેટ્ટી પીળી લેમ્બોર્ગિની ઉરુસમાં પહોંચ્યો હતો. તેની કિંમત 3 કરોડ રૂપિયા છે. અજય દેવગણ પણ તેની કરોડોની રોલ્સ રોયલમાં પહોંચ્યો હતો. તેની Rolls Royce Cullinanની કિંમત 6.95 કરોડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન