south actress demanding ventilator bed pia bajpiee brother died
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • અભિનેત્રીએ ટ્વિટ કરી-‘એક વેન્ટિલેટર બેડ જોઈએ’, 3 કલાક બાદ લખ્યું-હવે મારો ભાઈ નથી રહ્યો

અભિનેત્રીએ ટ્વિટ કરી-‘એક વેન્ટિલેટર બેડ જોઈએ’, 3 કલાક બાદ લખ્યું-હવે મારો ભાઈ નથી રહ્યો

 | 9:41 pm IST
  • Share

આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બે ડિસ્ટર્બિંગ સમાચાર સામે આવ્યા છે. બિગ બોસ 14 ફેમ સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલીના ભાઈના અવસાન પછી અભિનેત્રી પિયા બાજપાઈના ભાઈનું પણ કોરોના ચેપને કારણે મોત થયું હતું. પિયા બાજપાઇએ તેનો નાનો ભાઈ ગુમાવ્યો. પિયા બાજપાઇના ભાઈને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને અભિનેત્રી સતત સોશિયલ મીડિયા પર બેડની માંગ કરતી હતી.

પિયા બાજપાઇએ ટ્વિટ કર્યું છે કે તેમના ભાઇનું નિધન થયું છે. મૂવી સ્ટાર પિયા બાજપાઇનો ભાઈ કોરોના વાયરસથી જીવન અને મૃત્યુની લડાઈ લડતો હતો. અભિનેત્રીએ મંગળવારે સવારે ટ્વીટ કરીને મદદ માંગી હતી. તેમણે ટ્વીટમાં વેન્ટિલેટર બેડની જરૂરિયાત વિશે કહ્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘મને ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ, બ્લોક કાયમગંજમાં તાત્કાલિક સહાયની જરૂર છે. એક વેન્ટિલેટર બેડની જરૂર છે. મારો ભાઈ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. હાથ જોડીને વિનંતી કરું છું કે મદદ કરો. અમે પહેલેથી જ મુશ્કેલીમાં છે.

પિયા બાજપાઈએ સતત અનેક ટ્વીટ્સ કરી. તેમણે ભાજપના નેતા તેજિંદર બગ્ગા સાથે કોલ પર વાત થઈ એની પણ જાણ કરી હતી. તમામ પ્રયત્નો કર્યા પછી પણ અભિનેત્રી પોતાના ભાઈને બચાવી શકી નહીં. થોડા કલાકો પછી અભિનેત્રીએ એક ટ્વિટ કરીને લખ્યું, ‘મારો ભાઈ હવે નથી રહ્યો’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન