south africa corona positive cases are seen in children under 5
  • Home
  • Top News
  • 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

 | 3:35 pm IST
  • Share

  • દક્ષિણ આફ્રિકામાં 5 વર્ષથી નાના બાળકો આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં

  • નિષ્ણાતોએ બાળકોમાં વધતા કેસ અંગે વ્યક્ત કરી ચિંતા

  • WHOએ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનું કેન્દ્ર ગણાતા ગૌટેંગ પ્રાંતમાં નિષ્ણાતોની ટીમ મોકલી

દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ બાળકોમાં કોવિડ-19ના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવાર રાત સુધી દેશમાં સંક્રમણના 16,055 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડીસીઝ (NICD) ના ડૉ. વસીલા જસતે કહ્યું, ‘અમે જોયું છે કે અગાઉ બાળકો કોવિડ રોગચાળાથી એટલા પ્રભાવિત નહોતા થયા, બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પાડી.’

તેમણે આગળ કહ્યું, ‘રોગચાળાની ત્રીજી લહેરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, 15 થી 19 વર્ષની વય જૂથના કિશોરોને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.’

સતત વધી રહ્યા છે કેસ

જસતે કહ્યું, ‘હવે ચોથી લહેરની શરૂઆતમાં, તમામ વય જૂથોમાં કેસ ઝડપથી વધ્યા છે પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસ વધ્યા છે. જો કે, બાળકોમાં સંક્રમણના કેસ હજુ પણ સૌથી ઓછા છે. સૌથી વધુ કેસ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છે અને ત્યારબાદ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધી રહ્યા છે, જયારે પહેલા આવું ન હતું.’

7 પ્રાંતોમાં સંક્રમણ વધ્યું

એનઆઈસીડીના ડો. માઈકલ ગ્રુમે જણાવ્યું કે, ‘કેસ વધવાને લઈને તૈયારીના મહત્ત્વ પર ખાસ બહાર મુકવાની જરૂર છે, જેમાં બાળકો માટે પથારી અને સ્ટાફ વધારવામાં આવે.’ આરોગ્ય મંત્રી જો ફાહલાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાના નવમાંથી સાત પ્રાંતોમાં સંક્રમણના કેસ અને દરોમાં વધારો થઈ રહ્યો છે.

ઓમિક્રોન વિશે ચિંતા

દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગને વધારવા માટે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનું કેન્દ્ર ગણાતા ગૌટેંગ પ્રાંતમાં નિષ્ણાતોની એક ટીમ મોકલી છે. દક્ષિણ આફ્રિકા સંક્રમણના વધતા જતા કેસ સામે લડી રહ્યું છે. કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં આમે આવ્યો. હવે તે ભારત સહિત વિશ્વના 24 જેટલા દેશોમાં ફેલાઈ ગયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો