South Africa Muslim youths reunited the Woman with her family after 12 years
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિદેશી યુવાન સાથે લગ્ન કરવાનો મોહ ભારે પડ્યો, જાણો વલસાડની યુવતીનો ચોંકાવનારો કિસ્સો

વિદેશી યુવાન સાથે લગ્ન કરવાનો મોહ ભારે પડ્યો, જાણો વલસાડની યુવતીનો ચોંકાવનારો કિસ્સો

 | 10:05 am IST
  • Share

ભારતની પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર પ્રત્યેક ધર્મનો વ્યક્તિ માનવતા ભૂલતો નથી તે વાતની પ્રતીતિ કરાવતી હૃદયસ્પર્શી ઘટના (Heart Touching Story) ઉજાગર થઈ છે. વલસાડથી (Valsad) આશરે 15 વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા (South Africa) ભણવા ગયેલી એક ક્રિશ્ચિયન યુવતી બે વર્ષ ભણી લીધા બાદ નોકરી કરતી હતી. દરમિયાન તેની સાથે નોકરી કરતાં મુસ્લિમ યુવાનનાં પ્રેમમાં પડતાં લગ્ન કર્યા હતા. બાદમાં ખબર પડી કે તે યુવાન પહેલેથી જ પરિણીત હતો. જેથી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. મુસ્લિમ યુવાને યુવતીના તમામ દસ્તાવેજો બાળી નાખ્યા હતા. અને વલસાડ સાથે રહેતાં માતા પિતા સાથે એકાદ વાર ફોન પર વાત કરાવ્યા બાદ તે પણ બંધ કરાવી નાખ્યું હતું. નરાધમ પતિએ યુવતીને દોઢેક વર્ષ રાખ્યા બાદ કાઢી મૂકી હતી. ત્યારછથી યુવતીનો તેના માતાપિતા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

યુવતી માનસિક અસ્વસ્થ બની, ભિખારણ જેવી હાલતમાં ફરતી હતી

એવામાં આઠેક મહિના પહેલાં જોહનીસબર્ગમાં રહેતાં સેવાભાવી મુસ્લિમ ટ્રસ્ટના શોયેબ વલી, સાજીદ ટેલર તથા હફીઝ દાઉદને દાસુના સંપર્કમાં આ યુવતી આવી હતી. તે સમયે તે માનસિક અસ્વસ્થ હતી અને ભિખારણ જેવી હાલતમાં હતી. ગુજરાતી ભાષા બોલતી હોવાથી તે મૂળ ગુજરાતી હોવાનું ટ્રસ્ટનાં લોકોને લાગતાં તેની મદદ કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને સ્થિતિમાં સુધારો થયો પણ યાદશક્તિ ક્ષીણ થઈ ચૂકી હતી.

મુસ્લિમ ટ્રસ્ના યુવાનોએ પરિવાર સાથે મિલનનું અભિયાન ઉપાડ્યું

ગુજરાતી યુવતીને તેના પરિવાર સાથે મિલનનું અભિયાન હાથમાં રાખીને ટ્રસ્ટના લોકોએ ગુજરાતના વિસ્તારોમાં યુવતીના ફોટો મોકલી શોધખોળ આદરી હતી. જે દરમિયાન વલસાડના મ્યુનિસિપલ કાઉન્સિલર ઝાકીર પઠાણને પણ આ ફોટો મોકલવામાં આવ્યો હતો. જેમાં યુવતી ગુજરાતી હોવાનું અને ક્રિશ્ચિયન ભાષા બોલતી હોવાનું જણાવ્યું હતું.

ઝાકીરભાઈએ વાતની ગંભીરતા સમજી પાલિકાના સભ્ય નિતેશ વશી સાથે વાત કરી હતી. તેઓએ પોતાના ખ્રિસ્તી મિત્રો અને ચર્ચના પાસ્ટરોને આ ફોટા મોકલ્યા હતા. જે બાદ યુવતી નિતેશભાઈના એક મિત્રની ભાણેજ હોવાનું સામે આવ્યું હતું. 12 વર્ષથી પુત્રીના વિયોગમાં દુઃખી થઈ ગયેલી માતાની આંકો પુત્રીને જોવા આતુર બની ગઈ હતી. જે બાદ વીડિયો કોલ મારફતે માતા પિતાની યુવતી સાથે વાત કરાવી હતી.

બાદમાં મુસ્લિમ ટ્રસ્ટના સભ્યોએ ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક સાધ્યો હતો. પણ એમ્બેસીના અધિકારીઓ રોજ નવા નવા દસ્તાવેજો મગાવતા હતા. પણ વલસાડના કાઉન્સિલર મતીન વઝીર અને નિતેશ વશીએ એક અઠવાડિયા સુધી તમામ દસ્તાવેજો મોકલાવ્યા હતા. બાદમાં એમ્બેસી દ્વારા યુવતીને મોકલવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું હતું. મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા જ યુવતીની ફ્લાઈટની ટિકિટ સહિતનાં પૈસાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

નોકરી-ધંધા માટે વિદેશ આવ્યા પણ ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા નથીઃ મદદગાર મુસ્લિમ યુવાનો

આમ એક મુસ્લિમ યુવાને દગો કર્યો તો એકથી વધુ મુસ્લિમ બિરાદરોએ લાચાર યુવતીની મદદ કરી હતી. અને 12 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં ફસાયેલી વલસાડની દીકરીનું તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. મદદગાર મુસ્લિમ યુવાનોએ જણાવ્યું કે, અમે નોકરી-વ્યવસાય માટે ભારત છોડીને દક્ષિણ આફ્રિકા આવ્યા છીએ પણ અમે ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા નથી.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન