south african medial association says omicron variant causing mild illness
  • Home
  • Corona
  • ‘ઓમિક્રોન’થી યુવાનોને જોખમ! એક્સપર્ટે કહ્યું- હળવી બીમારીનું કારણ નવો વેરિઅન્ટ

‘ઓમિક્રોન’થી યુવાનોને જોખમ! એક્સપર્ટે કહ્યું- હળવી બીમારીનું કારણ નવો વેરિઅન્ટ

 | 10:57 am IST
  • Share

  • ઓમિક્રોનથી પીડિત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધારે નથી

  • દાખલ થયેલા દર્દીઓમાં મોટાભાગના દર્દીઓની ઉંમર 40 વર્ષે કે એનાથી ઓછી

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ અહેવાલ આપ્યો છે કે આ વેરિઅન્ટ કોઈ મોટા લક્ષણો વિનાની હળવી બીમારીનું કારણ બની રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શુક્રવારે આ નવા પ્રકારનું નામ ‘ઓમિક્રોન’ રાખ્યું છે. આ સિવાય વેરિઅન્ટમાં મોટી સંખ્યામાં થયેલા મ્યુટેશને પણ નિષ્ણાતોને ચિંતામાં મુક્યા છે. અમેરિકા, યુરોપીય સંઘ, કેનેડા, ઇઝરાયેલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોએ નવા વેરિઅન્ટ અંગેની ખબરો સામે આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો.

હળવી બીમારીનું કારણ બની રહ્યો છે નવો વેરિઅન્ટ

દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે આ વેરિઅન્ટના પરિણામે હળવી બીમારી જોવા મળી રહી છે. તેમણે કહ્યું, ‘તેના કારણે હળવી બીમારી દેખાઈ રહી છે, જેમાં સ્નાયુઓમાં દુઃખાવો અને એક દિવસ માટે થાક અથવા બે દિવસ બીમાર રહેવાના લક્ષણો દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી અમને જાણવા મળ્યું છે કે સંક્રમિત લોકોને સુગંધ કે ગંધ જવાની તકલીફ નથી થઈ રહી. તેમને હળવો કફ થઈ શકે છે. આ કોઈ મોટા લક્ષણો નથી.’ તેમણે કહ્યું કે નવા વેરિઅન્ટથી સંક્રમિત કેટલાક લોકોની ઘરે સારવાર કરવામાં આવી રહી છે.

અધિકારીનું કહેવું છે કે હોસ્પિટલમાં ઓમિક્રોનથી પીડિત દર્દીઓની સંખ્યા વધારે નથી. ઉપરાંત, વેક્સિન લઈ ચુકેલા લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો નથી. જો કે, જેઓએ રસી નથી લીધી તેમના કિસ્સામાં સ્થિતિ અલગ હોઈ શકે છે. તેમણે કહ્યું, ‘અમે આ અંગે માહિતી એકઠી કરી રહ્યા છીએ. અમને બેથી ત્રણ અઠવાડિયા પછી જ ખબર પડશે, કારણ કે કેટલાક દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને તે બધા યુવાન છે, જેમની ઉંમર 40 કે તેથી ઓછી છે.’

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો વીજળીની ઝડપે ફેલાતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કોરોના વાયરસના આ અત્યંત ચેપી સ્વરૂપની ઓળખ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જ થઈ છે અને અન્ય દેશો પણ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં અગાઉ ઓછા ચેપ નોંધાયા હતા, પરંતુ ઓમિક્રોનની ઉત્પતિ બાદ બે અઠવાડિયા દરમિયાન નવા કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.

જો કે દેશમાં હજુ પણ સંક્રમણના પ્રમાણમાં ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ પણ યુવાનોને સંક્રમિત કરવામાં ઓમિક્રોનની ઝડપ જોઈને આશ્ચર્યચકિત છે. શુક્રવારે, દક્ષિણ આફ્રિકામાં સંક્રમણના 2,828 નવા કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો