Special Story On PM Modi Jal Jivan Mission Mobile App
  • Home
  • Featured
  • શું છે PM મોદીનું ‘જલ જીવન મિશન’, મોબાઈલ એપ કેવી રીતે કરશે કામ?

શું છે PM મોદીનું ‘જલ જીવન મિશન’, મોબાઈલ એપ કેવી રીતે કરશે કામ?

 | 11:33 pm IST
  • Share

  • 15 ઓગસ્ટ, 2020ના રોજ ‘જલ જીવન મિશન’ની જાહેરાત
  • અત્યાર સુધી 5 કરોડ ઘરોને પાણીના કનેક્શન સાથે જોડવામાં આવ્યા
  • દરેક ગામમાં પાણી સમિતિઓ બનાવવામાં આવી

ગાંધી જયંતીના (Gandhi jayanti) અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “જલ જીવન મિશન” (Jal Jivan Mission) માટે “જલ જીવન એપ” (Jal Jivan Mission Mobile App) લૉન્ચ કરવામાં આવી છે.

આ અવસરે PM મોદીએ કહ્યું કે,
“સ્વતંત્રતાથી લઈને 2019 સુધી આપણા દેશમાં માત્ર 3 કરોડ ઘરો સુધી જ નળથી પાણી પહોંચતુ હતુ. 2019માં “જલ જીવન મિશન” શરૂ થયા બાદ 5 કરોડ ઘરોને પાણીના કનેક્શન સાથે જોડવામાં આવ્યા છે. આજે દેશના લગભગ 80 જિલ્લાઓમાં લગભગ સવા લાખ ગામોના દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે. એટલે કે, ગત 7 દાયકામાં જેટલું કામ થયું હતું, તે કામ આજના ભારતે માત્ર બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં કરીને બતાવ્યું છે.”

શું છે “જલ જીવન મિશન”?
“જલ જીવન મિશન”ની જાહેરાત આજથી એક વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ ભારતના 73માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી કરી હતી.

આ મિશન અંતર્ગત દરિયાના ખારા પાણીને પીવા યોગ્ય બનાવવામાં આવે છે. આ સિવાય ગંદા પાણીને સ્વચ્છ કરવામાં આવે છે. વધુમાં વધુ પાણી બચાવવા માટે ઓછા પાણીના ઉપયોગ થકી પાક ઉગાડવા પર ભાર મૂકવામાં આવે છે. આ સાથે જ બાળકો અને વયસ્કોને પાણીના મહત્ત્વ અંગે જાગૃત કરવામાં આવે છે. “જલ જીવન મિશન” અંતર્ગત વરસાદના પાણીને બચાવીને તેનો યોગ્ય ઉપયોગ કરવાની રીત પણ શીખવવામાં આવે છે.

આ માટે વડાપ્રધાન દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પાણી બચાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી અને દરેક ગામમાં પાણી સમિતિઓ બનાવવામાં આવી. જે વરસાદના પાણીને સ્ટોર કરવા અને તેના યોગ્ય ઉપયોગ કરવા ઉપર ધ્યાન આપે.

“જલ જીવન મિશન એપ” કેવી રીતે કરશે કામ?
લોકોની સુવિધા માટે એપમાં “જલ જીવન મિશન” સબંધિત તમામ જાણકારી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. “જલ જીવન મિશન”માં થઈ રહેલી પ્રગતિ, પાણીની ગુણવત્તાની તપાસ, વૉટર સપ્લાય સ્કીમની વિગતો પણ આ એપ થકી જોઈ શકાય છે.

દેશના દરેક રાજ્ય, દરેક જિલ્લા અને તમામ ગામોનો વિકાસ આ એક એપ થકી જોઈ શકાય છે. ગ્રામ પંચાયત, પાણી સમિતિના સભ્યો અને પાણીની ગુણવત્તાની તપાસ માટે નક્કી કરાયેલી મહિલાઓના નામ પણ જોઈ શકાય છે.

આ એપમાં સ્થાનિક એન્જિનિયર અને પાણી સમિતિ લૉગ ઈન કરીને પોતાના ગામના પાણીના સ્ત્રોત અને પાણીની ટાંકીની જિઓ ટેગિંગ કરી શકશે અને દરેક ઘરે પાણીનું પ્રમાણ પત્ર જારી કરી શકશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો