સ્પાઇસ જેટ ફક્ત રૂ. ૩૯૯માં હવે વિમાનની સફર કરાવશે - Sandesh
  • Home
  • India
  • સ્પાઇસ જેટ ફક્ત રૂ. ૩૯૯માં હવે વિમાનની સફર કરાવશે

સ્પાઇસ જેટ ફક્ત રૂ. ૩૯૯માં હવે વિમાનની સફર કરાવશે

 | 4:40 am IST

નવી દિલ્હી, તા. ૯

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખી તમામ વિમાની કંપનીઓ વિવિધ ઓફર કરી રહી છે. આવા સમયે સ્પાઇસ જેટ  એક ધમાકેદાર ઓફર લઈને આવ્યંુ છે. એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટે આ ઓફરમાં ટિકિટની કિંમત ફક્ત ૩૯૯ રૂપિયા રાખી છે. જોકે, આમાં ટેક્સ અને સરચાર્જ સામેલ નથી અને આ સુવિધા ફક્ત કેટલાક નક્કી કરેલા રૂટ પર જ આપવામાં આવશે. ગ્રેટ ઇન્ડિપેન્ડન્ટ સેલ નામની આ ઓફર ૯ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટની રાત સુધી જ ચાલુ રહેશે જેમાં ૧૮ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધીની ટિકિટો બુક કરાવી શકાશે. મંગળવારથી આ બુકિંગ શરૂ કરી દેવામાં આવી હતી.

સ્પાઇસ જેટની ઓફરમાં જે રૂટ સામેલ છે તેમાં અમદાવાદ- મુંબઈ, અમૃતસર-શ્રીનગર, બેંગલોર-ચેન્નાઇ, બેંગલોર-કોચ્ચી, કોઇમ્બતૂર-હૈદરાબાદ, જમ્મુ-શ્રીનગર, મુંબઈ-ગોવા, મુંબઈ-હૈદરાબાદની ટિકિટ બુક કરાવી શકાશે. આ ઉપરાંત કેટલીક નક્કી કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ભાડાંની શરૂઆત ૨,૯૯૯ રાખવામાં આવી છે જેમાં પણ ટેક્સ અને સરચાર્જ અલગથી આપવાનો રહેશે. વિદેશી ફ્લાઇટ્સવાળી ઓફરમાં દુબઈ-દિલ્હી અને દુબઈ-મુંબઈની ટિકિટ બુક કરાવી શકાશે. આ ઓફર ફક્ત કંપનીની વેબસાઈટ અથવા એપથી ટિકિટ બુક કરવા માટે માન્ય ગણાશે. સાથે જ આ ઓફર અંતર્ગત બુક કરાયેલી ટિકિટો રિફન્ડેબલ હશે.

એરઇન્ડિયાએ પણ ઔસેલ શરૂ કર્યા

એર ઇન્ડિયાએ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના એર ટિકિટના રેટમાં ૪૦ ટકા જેટલો ઘટાડો કર્યા છે.

એર ઇન્ડિયાએ તા.૧૫ સપ્ટેબરથી તા.૧૫ ડિસેમ્બર સુધી મુસાફરી કરનાર પેસેન્જરો માટે નવા એરફેર જાહેર કર્યા છે જે મુજબ અમદાવાદથી નેવાર્કનુ રિટર્ન ભાડુ (આવવા -જવાનુ) રૂ. ૪૯ હજાર, શિકાગો રૂ.૪૮,૫૦૦ અને ન્યૂયોર્ક રૂ.૪૮,૫૦૦ નક્કી કરાયુ છે. તા.૧૫ ઓગસ્ટ સુધીમાં ટિકિટ લઇ લેવમા આવે તેને આ લાભ મળશે અને ટિકિટની વેલિડીટી એક વર્ષની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન