• રમાયેલી મેચમાં 21-16, 21-11થી વિજય હાંસલ કર્યો હતો

  • બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો
  • કુનલાવુત વિતિદર્શનને સીધી ગેમમાં 21-19, 21-19થી હરાવ્યો હતો

ભારતના સ્ટાર ખેલાડી પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને એચ.એસ. પ્રણોયે વિરોધાભાસી અંદાજમાં વિજય હાંસલ કરીને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જોકે યુવા ખેલાડી લક્ષ્ય સેનના અભિયાનનો અંત આવી ગયો હતો. વિમેન્સ સિંગલ્સમાં 13મા ક્રમાંક ધરાવતી સિંધુએ જાપાનની ઓહોરી સામે 40 મિનિટ સુધી રમાયેલી મેચમાં 21-16, 21-11થી વિજય હાંસલ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ચીનની અન્ય ખેલાડી હી યી મેન ઝાંગ સામે થશે. મેન્સ સિંગલ્સમાં પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરીને પ્રણોયે ચીનના શી ફેંગ લીને એક કલાક દસ મિનિટ સુધી રમાયેલી મેચમાં 13-21, 21-16, 21-11થી હરાવ્યો હતો. તે જાપાનના કેન્ટો નિશિમોટો સામે રમશે. શ્રીકાંતે થાઇલેન્ડના આઠમા ક્રમાંકિત કુનલાવુત વિતિદર્શનને સીધી ગેમમાં 21-19, 21-19થી હરાવ્યો હતો.


  • Follow us on: