- ટી20 અને વન-ડેમાં કોહલીના નામે ચાર-ચાર વિકેટ છે
- હાર્દિક ત્રણ બોલ નાખ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો
- કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા
બાંગ્લાદેશ સામે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થયો હતો અને વિરાટ કોહલીએ બોલિંગ સંભાળી હતી. હાર્દિક ત્રણ બોલ નાખ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો અને કોહલીએ બાકીની ઓવર પૂરી કરી હતી. ક્રિકેટ સમર્થકોને માત્ર વર્લ્ડ કપ દરમિયાન કોહલીની બોલિંગ જોવા મળે છે. કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા.
વર્લ્ડ કપ બાદ કોહલીએ 2017માં કોલંબો ખાતે શ્રીલંકા સામે વન-ડેમાં બોલિંગ કરી હતી. વિરાટના નામે વન-ડે અને ટી20માં ચાર-ચાર વિકેટ નોંધાયેલી છે. તે આઇપીએલના 237 મુકાબલામાં પણ ચાર વિકેટ હાંસલ કરી ચૂક્યો છે.










