• તિરુવનંતપુરમમાં કોહલીએ ધોનીનો ફેવરીટ હેલિકોપ્ટર શોટ ફટકાર્યો
  • કોહલીના હેલિકોપ્ટર શોટનો વીડિયો થયો વાયરલ
  • સિક્સર માર્યા બાદ કોહલીએ શ્રેયસ અય્યરને કહ્યું- 'માહી શોટ'

શાનદાર ફોર્મમાં ચાલી રહેલ વિરાટ કોહલી સદીઓનો ધમધમાટ ફટકારી રહ્યો છે. છેલ્લી ચાર ODIમાં તેના બેટમાંથી ત્રણ સદી આવી છે. આગામી ચાર વધુ સદીઓ સાથે સચિન તેંડુલકરનો 49 ODI સદીનો રેકોર્ડ પણ તે તોડી શકે છે. શ્રીલંકા સામે અંતિમ ODIમાં વિરાટે ધોનીનો ફેવરીટ શોટ ફટકારી ચાહકોને પૂર્વ સ્ટાર કપ્તાનની યાદ અપાવી હતી.


[[$googlead]]

[[$alsoread]]

કોહલીએ હેલિકોપ્ટર શોટ ફટકાર્યો

શ્રીલંકા સામે રનમશિન કોહલીએ 110 બોલમાં અણનમ 166 રન ફટકાર્યા હતા. આવું પહેલીવાર બન્યું જ્યારે કોહલીએ પોતાની ઇનિંગમાં 8 સિક્સર અને 13 ફોર પણ ફટકારી હોય. કોહલીએ શોટનો વરસાદ થયો, પરંતુ આ દરમિયાન તેણે એવી રીતે સિક્સ ફટકારી કે તેને જોઈને ધોની પણ ચોંકી જાય. કારકિર્દીની બીજી સર્વશ્રેષ્ઠ ઈનિંગમાં કોહલીએ ગિલ સાથે બીજી વિકેટ માટે 131 અને શ્રેયસ ઐયર (38) સાથે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. કોહલીની ઈનિંગની મદદથી ભારત છેલ્લી 11 ઓવરમાં 126 રન બનાવી શક્યું હતું. વિરાટની આ 74મી આંતરરાષ્ટ્રીય સદી હતી.


કોહલીએ ધોનીની યાદ અપાવી

આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી હતી. મેચની 44મી ઓવરના ત્રીજા બોલ પર 97 મીટરનો જોરદાર સિક્સ ફટકારવામાં આવ્યો હતો. સામે બોલર કસુન રાજીથા હતો. હવે આ હેલિકોપ્ટર શોટના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સિક્સર માર્યા બાદ કોહલીએ સાથી બેટ્સમેન શ્રેયસ અય્યરને કહ્યું, 'માહી શોટ'. મેચની વાત કરીએ તો વિરાટ અને શુભમન ગિલની સદીની મદદથી ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટે 390 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

  • Follow us on: