- PCBએ પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝને ટીમના નિર્દેશક બનાવ્યા
- શાહીન આફ્રિદી T20 અને શાન મસૂદ ટેસ્ટ કેપ્ટન બનાવ્યા
- PCB શાહીન આફ્રિદીને ODI ફોર્મેટનો કેપ્ટન પણ બનાવી શકે
ODI વર્લ્ડકપ 2023નો પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે દુઃસ્વપ્નથી ઓછો રહ્યો નથી. બાબરની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ 9 લીગ મેચોમાંથી માત્ર 4 જ જીતી શકી અને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવાનું સપનું ચકનાચુર થઇ ગયું હતું. આ ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝને નવી જવાબદારી સોંપી છે. વાસ્તવમાં, હાફિઝને પુરૂષ પાકિસ્તાન ક્રિકેટનો નિર્દેશક બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડાયરેક્ટર બન્યા બાદ મોહમ્મદ હફીઝે કહ્યું, "પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ડાયરેક્ટર બનીને હું સન્માનની લાગણી અનુભવું છું. હું મારા કામને લઈને પણ ઉત્સાહિત છું. મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી સોંપવા બદલ હું પીસીબીનો આભારી છું. હું ટીમની સફળતામાં યોગદાન આપવા માટે કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓ સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું."
શાહીન આફ્રિદી T20 અને શાન મસૂદ ટેસ્ટ કેપ્ટન બન્યા













