- ICC T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થશે
- આ ટૂર્નામેન્ટ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
- IPLના પ્રદર્શનના આધારે પંત વર્લ્ડકપમાં કરશે વાપસી
ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંતે પોતાની જોરદાર બેટિંગના કારણે હારેલી મેચોમાં પણ ભારતને જીત અપાવી છે. ભારતીય ટીમમાં પંતની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે રિષભ પંતની વાપસીની રાહ T20 વર્લ્ડકપ 2024માં પૂરી થઈ શકે છે. BCCI સેક્રેટરીએ પોતે આ માહિતી આપી છે. ડિસેમ્બર 2022માં પંતનો અકસ્માત થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પર હતો, પરંતુ હવે તે IPL 2024માં વાપસી કરશે. પંત આ વખતે દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળશે.
પંત વર્લ્ડકપ 2024માં કરી શકે છે વાપસી
આ વખતે ICC T20 વર્લ્ડકપ 2024 જૂન મહિનામાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે રમાશે, પરંતુ તે પહેલા IPL 2024 ભારતમાં શરૂ થશે. જેમાં રિષભ પંત રમતો જોવા મળશે. BCCIના સચિવ જય શાહે કહ્યું કે રિષભ પંત સારી બેટિંગ કરી રહ્યો છે. તેમની તબિયતમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.
જય શાહે પંત વિશે કહ્યું કે જો રિષભ પંત અમારા માટે T20 વર્લ્ડ કપ 2024 રમી શકે છે તો તે અમારા માટે ખૂબ જ સારી વાત છે, પરંતુ સેક્રેટરી જય શાહે એમ પણ કહ્યું કે એ પણ જોવું પડશે કે IPL 2024 દરમિયાન તેનું પ્રદર્શન કેવું છે. તેનો અર્થ એ છે કે જો પંત IPL 2024માં સારૂ પ્રદર્શન કરે છે તો તે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપમાં રમતા જોવા મળી શકે છે. જય શાહે એમ પણ કહ્યું કે IPLમાં વિકેટકીપિંગ કેવી રીતે કરવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
છેલ્લી T20 મેચ નવેમ્બર 2022માં રમી
રિષભ પંતે નવેમ્બર 2022માં ભારત માટે તેની છેલ્લી T20 મેચ રમી હતી. આ પછી ડિસેમ્બર 2022માં તેની કારનો અકસ્માત થયો હતો. જો કે T20 ક્રિકેટમાં રિષભ પંતનો રેકોર્ડ બહુ ખાસ નથી. પંતે ભારત માટે 66 T20 મેચ રમી છે. જેમાં તેણે 987 રન બનાવ્યા છે. આ દરમિયાન રિષભ પંતની એવરેજ 22.43 હતી. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 126.37 હતો. જો કે, પંતમાં તેની બેટિંગથી T20 વર્લ્ડકપ 2024માં ભારત માટે મોટી ઈનિંગ્સ રમી શકે છે.
IPL 2024માં વાપસી થશે
રિષભ પંત દુર્ઘટના બાદ ફરી એકવાર મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે. NCAએ તેને ફિટ જાહેર કર્યો છે. જો કે તેની વિકેટકીપિંગ અંગે હજુ પણ શંકા છે. તમને જણાવી દઈએ કે પંતની વાપસી વિશે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આ વખતે પંત બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે, પરંતુ હવે જોવાનું એ છે કે તે IPL 2024માં વિકેટકીપિંગ કરતો જોવા મળશે કે પછી માત્ર બેટિંગ કરશે.