• ઓલિમ્પિકનો 128 વર્ષનો ઈતિહાસ બદલાયો
  • 2028ના ઓલિમ્પિકમાં જોવા મળશે ક્રિકેટ
  • ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા IOCએ આપી મંજૂરી

128 વર્ષનો ઓલિમ્પિક ઈતિહાસ ફરી બદલાવા જઈ રહ્યો છે. આટલા વર્ષોના લાંબા ગાળા બાદ ક્રિકેટને ફરીથી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ક્રિકેટને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

2028માં હશે ક્રિકેટ

[[$googlead]]

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ શુક્રવારે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટને મંજૂરી આપી દીધી છે. IOCના પ્રમુખ થોમસ બેચે આની જાહેરાત કરી છે. થોમસ બેચે ગુરુવારે મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર કિટ મેકકોનેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'લોસ એન્જલસ કમિટીએ 5 રમતોનો પ્રસ્તાવ મૂક્યો છે જે ઓલિમ્પિકનો ભાગ બની શકે છે. આમાં ક્રિકેટ પણ સામેલ છે. એક્ઝિક્યુટિવ બોર્ડ આવતીકાલની બેઠકમાં આ બાબતને ઉઠાવશે.

[[$alsoread]]

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચીનના હાંગઝાઉમાં રમવામાં આવેલી એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરુષ અને મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનું નૈતૃત્વ ઋતુરાજ ગાયકવાડે કર્યું હતું, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નૈતૃત્વ હરમનપ્રીત કૌરે કર્યું હતું.

પુરુષ અને મહિલા બંને ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. પુરુષ ક્રિકેટ ટીમે ક્વાર્ટર ફાઈનલમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. જે બાદ ઋતુરાજ ગાયકવાડના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશ અને ફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, બીજી તરફ મહિલા ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે અને શ્રીલંકાને ફાઈનલમાં 19 રને હરાવ્યું હતું.

  • Follow us on: