• આયુશ બદોનીએ દિલ્હી પ્રીમિયર લીગમાં ખતરનાક બેટિંગ કરી
  • આયુષ બદોનીએ માત્ર 20 બોલમાં તબાહી મચાવી
  • બદોનીએ 20 બોલમાં 280ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી

આયુશ બદોનીએ દિલ્હી પ્રીમિયર લીગ 2024 એટલે કે DPLમાં ખતરનાક બેટિંગ કરી કે દરેક વ્યક્તિ જોતા જ રહી ગયા હતા. 26 ઓગસ્ટની સાંજે પૂરાની દિલ્હી સામેની મેચમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી રમતા આયુષ બદોનીએ તોફાની બેટિંગ કરી હતી. તેની બેટિંગ જોઇને સાથી ખેલાડી પ્રિયાંશ આર્યની સદી બાદ પણ તેની ઈનિંગની અસર ઓછી થઈ ન હતી. આયુષ બદોનીએ માત્ર 20 બોલમાં તબાહી મચાવીને આ કારનામું કર્યું હતું.

6 સિક્સ, 3 ચોગ્ગા અને 56 રન… માત્ર 20 બોલ

આયુષ બદોનીએ 20 બોલમાં 280ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા અને આમ કરતાં તેણે 56 રન બનાવ્યા. આયુષ બદોનીની 56 રનની આ વિસ્ફોટક ઇનિંગમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતા. 


આયુષ બદોની ટીમે મળીને 18 સિક્સ ફટકારી

આયુષ બદોનીના તે 6 છગ્ગા, 20 બોલમાં માર્યા હતા, તે 18 છગ્ગાનો ભાગ હતા જે દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે તેમની ઇનિંગમાં ફટકાર્યા હતા. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે પ્રિયાંશ આર્યએ સૌથી વધુ 7 સિક્સ ફટકારી હતી. જે બાદ આયુષ બદોનીએ 6 સિક્સર ફટકારી હતી. આ બે સિવાય સાર્થક રે દ્વારા 3 સિક્સ અને તેજસ્વીએ 2 સિક્સર ફટકારી હતી.


હોટલના રૂમમાં છોડી આવી હતી ટીમ

IPL 2024 પહેલા આયુષ બદોનીને તેની દિલ્હી રણજી ટીમ દ્વારા ઘણો અપમાનિત કરવામાં આવ્યો હતો. ટીમે તેને હોટલના રૂમમાં બંધ કરી દીધો અને મેચ જોવા ગયા. આ ત્યારે થયું જ્યારે તે ટીમનો મુખ્ય બેટ્સમેન હતો. દિલ્હી રણજી ટીમના અધિકારીઓએ પણ તેને ટોચના 15 ખેલાડીઓની યાદીમાંથી બાકાત રાખ્યો હતો, જેથી તેને કોઈ મેચ ફી ન મળી. જો કે, તે અપમાનમાંથી બહાર આવ્યા પછી, તે માત્ર IPL 2024માં જ નહીં પરંતુ હવે DPL 2024માં પણ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

  • Follow us on: