• IPL 2024ની કુલ 21 મેચ રમાઈ છે
  • ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે
  • પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે

IPL 2024ની કુલ 21 મેચ રમાઈ છે. હાલમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ-4નો ભાગ છે. પોઈન્ટ ટેબલની ટોપ-4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. જેમાં પ્રથમ અને બીજા ક્રમે આવનાર ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે. જ્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો એલિમિનેટરમાં એકબીજાનો સામનો કરશે. જેમ જેમ IPLની મેચો યોજાઈ રહી છે તેમ તેમ પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જો કે હજુ લાંબી સિઝન રમવાની બાકી છે, પરંતુ પ્લેઓફ રમવાને લઇ અટકળો શરૂ થઈ ગઇ છે.

RR અને KKR આગળ છે, પરંતુ...!

અત્યાર સુધી સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે તેની ચારેય મેચ જીતી છે, આમ આ ટીમ 8 પોઈન્ટ સાથે ટોપ પર છે. આ સિવાય કોલકાતા નાઈટ રાઈડર્સે તેની સતત ત્રણેય મેચ જીતી છે, આ રીતે શ્રેયસ અય્યરની ટીમના 6 પોઈન્ટ છે. અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફની રેસમાં આગળ છે. જો કે હજુ અડધી મેચો પણ રમાઈ નથી, તેથી વર્તમાન પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર શક્ય છે. ઉદાહરણ તરીકે ચોથા ક્રમની ચેન્નાઈ સુપર કિંગ્સ અને 7માં ક્રમની ગુજરાત ટાઇટન્સ પાસે 4-4 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં માત્ર એક મેચ બાદ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

... તો પોઈન્ટ ટેબલમાં થશે મોટો ફેરફાર!

છેલ્લા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સ અને બીજા સ્થાને રહેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે માત્ર 4 પોઈન્ટનું અંતર છે, એટલે કે જો રિષભ પંતની ટીમ 2 મેચ જીતે અને KKRની ટીમ 2 મેચ હારે તો પોઈન્ટ ટેબલમાં ફેરફાર શક્ય છે. જો આપણે આ સમયે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફની રેસમાં આગળ છે.

  • Follow us on: