- નાડા દ્વારા ડોપમાં ફસાયેલા તમામ ખેલાડીઓને બી સેમ્પલ ટેસ્ટ કરાવવા કહેવાયું
- વર્ષના અંતે 2023નું સૌથી મોટું ડોપિંગ કૌભાંડ સામે આવ્યું છે
- તેમાના નવ એથલેટ્સ સહિત મોટાભાગના ખેલાડીઓ મેડલ વિજેતા છે
વર્ષના અંતે 2023નું સૌથી મોટું ડોપિંગ કૌભાંડ સામે આવ્યું છે. ગોવામાં 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ ગેમ્સમાં રેકોર્ડ 25 ખેલાડીઓ ડોપિંગમાં ફસાયા છે. તેમાના નવ એથલેટ્સ સહિત મોટાભાગના ખેલાડીઓ મેડલ વિજેતા છે. વેઇટલિફ્ટિંગના પણ સાત ખેલાડી ડોપ ટેસ્ટમાં CBIલ સાબિત થયા છે. તેમાંના કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી નાડાએ આ તમામ ખેલાડીઓને તેમના બી સેમ્પલનું ટેસ્ટિંગ કરાવવા કહ્યું છે. નાડા દ્વારા સ્ટીરોઇડનું સેવન કરવા બદલ ડોપ ટેસ્ટમાં ફસાયેલા આ ખેલાડીઓ સામે અસ્થાયી ધોરણે પ્રતિબંધ પણ લાદી દીધો છે. ખેલાડીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરી દ્વારા હજુ પરીક્ષણ કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં વધુ ચારથી પાંચ ખેલાડીઓ ફસાય તેવી સંભાવના છે. આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં પકડાતા ગેમ્સના આયોજકો અને ભારતીય ઓલિમ્પિક સંઘની ઉંઘ ઉડી ગઇ છે.
યુપીની વંદના સહિતના મોટા નામ સામેલ










