• IPLની નવી સીઝન આ વખતે ખાસ બનવા જઈ રહી છે
  • નવી સીઝન પહેલા એક મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે
  • આ સિઝનમાં ઘણા ખેલાડીઓની અદલાબદલી જોવા મળશે

IPLની નવી સીઝન આ વખતે ખાસ બનવા જઈ રહી છે, કારણ કે ચાહકોને નવી સીઝન પહેલા એક મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ઘણા ખેલાડીઓની અદલાબદલી જોવા મળશે. ઘણા એવા ખેલાડીઓ છે જે લાંબા સમયથી IPL રમી રહ્યા છે અને છેલ્લી સિઝન તેમના માટે કંઈ ખાસ ન હતી. આવી સ્થિતિમાં 3 એવા ખેલાડીઓ છે જેમના માટે IPL 2025 છેલ્લી સિઝન બની શકે છે. આ ત્રણમાંથી એક ખેલાડીએ તો પોતાની ટીમને ચેમ્પિયન પણ બનાવી છે.

અમિત મિશ્રા

અનુભવી સ્પિન બોલર અમિત મિશ્રા છેલ્લા ત્રણ વર્ષથી IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. છેલ્લી સિઝન અમિત માટે કંઈ ખાસ ન હતી. અત્યાર સુધી આ બોલરે તેની IPL કરિયરમાં 162 મેચ રમી છે. જેમાં અમિતના નામે 174 વિકેટ છે. અમિત IPLમાં દિલ્હીની ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. અમિત મિશ્રાએ 11 મે 2011ના રોજ IPLમાં પ્રવેશ કર્યો હતો.

શિખર ધવન

પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવનનો આઈપીએલમાં ઘણો સારો રેકોર્ડ હોવા છતાં છેલ્લી સિઝન આ ઓપનિંગ બેટ્સમેન માટે ખાસ ન હતી. IPL 2024માં ઈજાના કારણે ધવન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ધવને IPL 2024માં 5 ઇનિંગ્સમાં 152 રન બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, પંજાબ કિંગ્સ આ વખતે ધવનને પણ રિલીઝ કરી શકે છે. ધવને અત્યાર સુધી IPLમાં 222 મેચ રમી છે, જેમાં તેણે 6769 રન બનાવ્યા છે. ધવને IPLમાં 2 સદી અને 51 ફિફ્ટી ફટકારી છે. આ સિવાય દિલ્હી, હૈદરાબાદ અને પંજાબ તરફથી રમી ચૂક્યો છે.

ડેવિડ વોર્નર

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળે છે. ડેવિડ વોર્નરે IPL 2024માં 8 મેચ રમી હતી, જે દરમિયાન તેના બેટથી માત્ર 168 રન જ બન્યા હતા. અત્યાર સુધી વોર્નરે તેની IPL કરિયરમાં 184 મેચ રમી છે. જેમાં તેના નામે 6565 રન છે. વોર્નરે IPLમાં 4 સદી અને 62 ફિફ્ટી ફટકારી છે. ડેવિડ વોર્નરે પોતાની કેપ્ટનશિપમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચેમ્પિયન પણ બનાવ્યું છે.

  • Follow us on: