- સાઉથ આફ્રિકા સામે ભારતની 106 રને જીત
- કુલદિપ યાદવની 5 વિકેટ, સૂર્યાની સદી
- ત્રણ મેચની T20 સિરીઝ 1-1થી બરાબર
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની સિરીઝની ત્રીજી અને છેલ્લી T20 મેચમાં ભારતની 106 રને જીત થઈ છે. આ મેચ જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 201 બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદનામાં ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ત્રણ મેચની T20 સિરીઝ 1-1થી બરાબર થઈ હતી.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતની 106 રને જીત થઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 201 બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા મેદનામાં ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ડેવિડ મિલરે 25 બોલમાં 35 રન અને કેપ્ટન એડમ માર્કરમે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના 8 બેટ્સમેન સિંગલ ડિજીટનો આંકડો પણ પાર કરી શક્યા નહતા. ભારતના બોલરની વાત કરવામાં આવે તો ચાઇનામેન કુલદિપ યાદવે પોતાના જન્મદિવસ પર કમાલ કરી હતી. કુલદિપ યાદવે 2.5 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. રિવન્દ્ર જોડેજાએ 3 ઓવરમાં 25 રન આપીને 2 સફળતા મેળવી હતી. જ્યારે મુકેશ કુમાર અને અર્શદિપ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી.
પ્રથમ પાવર પ્લેમાં સાઉથ આફ્રિકા બેકફૂટ પર ધકેલાયું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી T20 મેચની બીજી ઈનિંગનો પ્રથન પાવર પ્લે પૂર્ણ થયો છે. સાઉથ આફ્રિકાએ 3 વિકેટના નુકસાને 42 રન બનાવ્યા હતા. ભારતે મજબુત શરૂઆત કરતા પ્રથમ ત્રણ ઓવરમાં બંને ઓપનરને પેવેલિયન પરત ભેગા કર્યા હતા. મુકેશ કુમારે મેથ્યુ બ્રીટ્ઝકને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે રીઝા હેન્ડ્રીક્સને મોહમ્મદ સિરાજે રન આઉટ કર્યો હતો. અર્શદિપ સિંહે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હેનરી ક્લાસનને તંબું ભેગો કર્યો હતો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી T20 મેચની બીજી ઈનિંગ શરૂ થઈ હતી. ટોસ હરીને પ્રથમ બેટિંગ ભારતે કરતા 201 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા તરફથી રીઝા હેન્ડ્રીક્સ અને મેથ્યુ બ્રીટ્ઝકે ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત મોહમ્મદ સિરાજે કરી છે.
ભારતની ઈનિંગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી T20 મેચની 20 ઓવરની રમત પૂર્ણ થઇ છે. જેમાં ભારતે 7 વિકેટના નુકસાને 201 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાને જીત માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથન બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે આક્રમક શરૂઆત કરીને પ્રથમ 2 ઓવરમાં 29 રન બનાવ્યા હતા. પરંતુ કેશવ મહારાજે એક ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી હતી. ભારતે બે વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ કરીને ત્રીજી વિકેટ માટે 122 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ રન કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 7 ફોર અને 8 સિક્સની મદદથી 100 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 6 ફોર અને 3 સિકસની મદદથી 60 રન બનાવીને આઉટ થયો હતો. રિંકુ સિંહ 10 બોલમાં 14, શુભમન ગિલ 6 બોલમાં 12 રન અને તિલક વર્મા ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો કેશવ મહારાજ અને લિઝાર્ડ વિલિયમ્સે 2- 2 વિકેટ ઝડપી છે. જ્યારે તબરેઝ શમ્સી અને નાંદ્રે બર્ગરને એક-એક સફળતા મળી હતી.
સૂર્યકુમાર યાદવની સદી
ભારતે એક ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય કેપ્ટન ક્રિઝ પર આવ્યો હતો. ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 7 ફોર અને 8 સિકસની મદદથી 100 રનની કપ્તાની ઈનિંગ રમી હતી. આ સદી સાથે સૂર્યકુમાર યાદવે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 4 સદી ફટકારી છે.
ભારતની મિડલ ઓવરમાં મજબુત સ્થિતિ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી T20 મેચની પ્રથમ ઈનિંગની 15 ઓવરની રમત પૂર્ણ થઇ છે. જેમાં ભારતે 3 વિકેટના નુકસાને 141 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે આક્રમક શરૂઆત કરીને પ્રથમ 2 ઓવરમાં 29 રન બનાવ્યા હતા. પરંતુ કેશવ મહારાજે એક ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી હતી. ભારતે બે વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ કરીને ત્રીજી વિકેટ માટે 122 રનની પાર્ટનરશિપ કરી હતી. યશસ્વી જયસ્વાલ 41 બોલમાં 6 ફોર અને 3 સિકસની મદદથી 60 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલ તબરેઝ શમ્સીનો શિકાર બન્યો હતો.
ત્રીજી વિકેટ માટે 122 રનની પાર્ટનરશિપ
કેશવ મહારાજે એક ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી હતી. ભારતે બે વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ કરીને ત્રીજી વિકેટ માટે 122 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ 41 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે કપ્તાની ઈનિંગ રમતા માત્ર 37 બોલમાં 65 રન જોડ્યા હતા.
જયસ્વાલ અને સૂર્યાની ફિફ્ટી
યશસ્વી જયસ્વાલ પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ આ મેચમાં શાનદાર વાપસી કરતા 34 બોલમાં 5 ફોર અને 2 સિકસની મદદથી 50 પૂર્ણ કર્યા હતા. જયારે સૂર્યકુમાર યાદવે કપ્તાની ઇનિંગ રમતા 32 બોલમાં 50 રન પૂર્ણ કર્યા હતા.
ભારતે 6 ઓવરમાં બનાવ્યા 62 રન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી T20 મેચની પ્રથમ ઈનિંગનો પાવર પ્લે પૂર્ણ થયો છે. જેમાં ભારતે 2 વિકેટના નુકસાને 62 રન બનાવ્યા છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે આક્રમક શરૂઆત કરીને પ્રથમ 2 ઓવરમાં 29 રન બનાવ્યા હતા. પરંતુ કેશવ મહારાજે એક ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી હતી. ભારતે બે વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાબડતોડ બેટિંગ કરીને પાવરપ્લેમાં 60 રનનો આંકડો પાર કર્યો હતો. 6 ઓવર બાદ જયસ્વાલ 18 બોલમાં 28 રન અને સૂર્યકુમાર યાદવ 12 બોલમાં 19 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. કેશવ મહારાજે 2 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ ઝડપી છે.
કેશવ મહારાજની એક ઓવરમાં બે વિકેટ
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે આક્રમક શરૂઆત કરીને પ્રથમ 2 ઓવરમાં 29 રન બનાવ્યા હતા. તેથી સાઉથ આફ્રિકાના કેપ્ટને પાવર પ્લેમાં ત્રીજી ઓવર કેશવ માહરાજને સોંપી હતી. કેશવ માહરાજે આ ઓવરમાં બીજા બોલ પર શુભમન ગિલને અને ત્રીજા બોલ પર તિલક વર્માને પોતાનો શિકાર બનાવ્યા હતા. શુભમન ગિલ 6 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તિલક વર્મા ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચની પ્રથમ ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી ઓપનિંગ કરવા શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી પ્રથમ ઓવરની શરૂઆત નાન્દ્રે બર્ગરે કરી છે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રમાશે. આ મેચ જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. સિરીઝની છેલ્લી અને નિર્ણયાક મેચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે સાઉથ આફ્રિકાએ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. સાઉથ આફ્રિકાએ ટ્રિસ્ટન સ્ટબસની જગ્યાએ ડોનોવન ફરેરા, માર્કો યાન્સનના સ્થાને કેશવ મહારાજનો સમાવેશ કર્યો છે. આજની મેચમાં સાઉથ આફ્રિકા તરફથી નાન્દ્રે બર્ગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. જેને ગેરાલ્ડ કોએત્ઝીના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેટ્ઝકે, એડમ માર્કરામ(સી), હેનરિક ક્લાસેન(ડબલ્યુ), ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, એન્ડીલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, લિઝાર્ડ વિલિયમ્સ, તબરેઝ શમ્સી, નાન્દ્રે બર્ગર.
પિચ રિપોર્ટ
જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમની વિકેટ બેટ્સમેન માટે સ્વર્ગ સમાન છે. અહીં ફોર અને સિકસનો વરસાદ જોવા મળે છે. જોકે ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળી શકે છે. આ પિચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમે 15 મેચ જીતી છે, જ્યારે રનચેઝ કરતી ટીમે 17 મેચ જીતી છે. આ વિકેટ પર સર્વોચ્ચ સ્કોર 260 રન છે જે શ્રીલંકાએ 2007માં કેન્યા સામે બનાવ્યો હતો. સૌથી ઓછો સ્કોર 83 રન છે. ભારતે જોહાનિસબર્ગમાં 5 T20 મેચ રમી છે, જેમાંથી 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે સાઉથ આફ્રિકાએ જોહાનિસબર્ગમાં 24 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાંથી તેણે 14 જીતી છે અને 10માં હારનો સામનો કરવો પડ્યો છે.
હેડ ટૂ હેડ મુકાબલો
ભારત અને સાઉથ આફ્રિકા T20માં 25 વખત સામસામે આવી છે, જેમાં ભારતે 13 અને સાઉથ આફ્રિકાએ 11 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.વોન્ડરર્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે, જેમાં યજમાન સાઉથ આફ્રિકાએ 14માં અને વિપક્ષી ટીમે 10માં જીત મેળવી છે. 8 મેચમાં કોઈ પરિણામ આવી શક્યું નથી. ભારતે જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે 3 T20 મેચ રમી છે જેમાં તેણે 2માં જીત મેળવી છે.
વેધર રિપોર્ટ
હવામાન વેબસાઈટ Accuweather અનુસાર, જોહાનિસબર્ગમાં મેચના દિવસે એટલે કે 14 ડિસેમ્બરે વરસાદની કોઈ આગાહી નથી. મતલબ કે સંપૂર્ણ 20 ઓવરની રમત જોવા મળશે. તાપમાન 26 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.










