• IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં થઈ શકે છે મોટા ફેરફાર
  • ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે
  • MIમાં લાંબા સમય બાદ 5 ખેલાડીઓની વાપસી થઈ શકે છે

IPLની નવી સિઝન પહેલા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ઘણા અહેવાલો અનુસાર, ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે. IPL 2024માં રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે ભારે હોબાળો થયો હતો. ફેન્સને ફ્રેન્ચાઈઝીનો આ નિર્ણય બિલકુલ પસંદ આવ્યો ન હતો. આ વખતે આઈપીએલની મેગા ઓક્શન થવા જઈ રહી છે અને તેથી જ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સમાં લાંબા સમય બાદ 5 ખેલાડીઓની વાપસી થઈ શકે છે.

આ 5 ખેલાડીઓની થઈ શકે વાપસી

લખનઉ સુપર જાયન્ટ્સનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક છેલ્લા ત્રણ વર્ષથી LSG સાથે રમી રહ્યો છે. IPL 2024 ડી કોક માટે ખાસ રહી ન હતી. આવી સ્થિતિમાં, જો લખનૌ તેને રિલીઝ કરે છે, તો IPL 2025 મેગા ઓક્શન પહેલા ક્વિન્ટન તેની જૂની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત આવી શકે છે. ડી કોક વર્ષ 2021 સુધી મુંબઈ ટીમનો ભાગ હતો.

અજિંક્ય રહાણે

IPL 2024 અજિંક્ય રહાણે માટે કંઈ ખાસ ન હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા રહાણે ગત સિઝનમાં ઘણી મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. આવી સ્થિતિમાં CSK IPL 2025ની મેગા ઓક્શન પહેલા રહાણેને રિલીઝ કરી શકે છે. જે બાદ શક્ય છે કે રહાણે તેની જૂની IPL ટીમ મુંબઈમાં પરત ફરે.

નીતીશ રાણા

ડાબોડી બેટ્સમેન નીતિશ રાણા છેલ્લી ઘણી સીઝનથી કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. જોકે નીતિશે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 2015માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. હવે KKR નીતીશ રાણાને IPL 2025 મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી શકે છે. જે બાદ રાણા તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પ્રવેશ કરી શકે છે. IPL 2024 નીતિશ માટે કંઈ ખાસ નહોતું અને આંગળીમાં ઈજાના કારણે તે રમી શક્યો ન હતો.

જયદેવ ઉનડકટ

ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો. અગાઉ જયદેવ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હતા. એટલું જ નહીં, જયદેવ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં જો સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2025ની મેગા ઓક્શનમાં જયદેવને રિલીઝ કરે છે તો મુંબઈ ઈન્ડિયન્સ તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.

કૃણાલ પંડ્યા

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સથી તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી લખનઉ સુપર જાયન્ટ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. IPL 2024 કૃણાલ માટે એટલું સારું ન હતું. કૃણાલ બેટ કે બોલથી કંઈ ખાસ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ તેને રિલીઝ કરી શકે છે. જે બાદ કૃણાલ તેની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી શકે છે.

  • Follow us on: