- રિંકુ સિંહે IPLમાં પોતાની ક્ષમતાનું શાનદાર ઉદાહરણ રજૂ કર્યું હતુ
- રિંકુએ IPL 2023ની 13મી મેચમાં GT સામે મેચ વિનિંગ ઇનિંગ રમી
- રિંકુએ એકલા હાથે 20મી ઓવરમાં મેચને ફેરવી કોલકાતાને જીત અપાવી
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના બેટ્સમેન રિંકુ સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની ક્ષમતાનું શાનદાર ઉદાહરણ રજૂ કર્યું હતુ. રિંકુએ IPL 2023ની 13મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે એકલા હાથે 20મી ઓવરમાં મેચને ફેરવી નાખી, જ્યારે કેકેઆર માટે વિજય લગભગ અશક્ય જણાતો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે KKR અને GT વચ્ચે ટક્કર થઈ અને અહીં ઉત્તેજનાનું એક અલગ જ સ્તર જોવા મળ્યું.
રિંકુએ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી
તમને જણાવી દઈએ કે જીટીએ KKR માટે 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેંકટેશ અય્યરે (40 બોલમાં 83 રન) શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તે 16મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. તે જ સમયે, જીટીના કાર્યકારી કેપ્ટન રાશિદ ખાને 17મી ઓવરમાં હેટ્રિક લઈને KKRની મુશ્કેલીઓ વધારી દીધી. તેણે આન્દ્રે રસેલ (2), સુનીલ નારાયણ (0) અને શાર્દુલ ઠાકુર (0) જેવા ખેલાડીઓને ફસાવ્યા હતા. ગુજરાતની 7 વિકેટ 155ના કુલ સ્કોર પર પડી હતી, ત્યારબાદ રિંકુએ મુશ્કેલ સંજોગોમાં કમાન સંભાળી હતી.
યશ દયાલની કરી હતી ધોલાઇ
રિંકુએ ધીમે-ધીમે કેકેઆરની ઇનિંગને છેલ્લી ઓવર સુધી લઈ ગયો હતો. યશ દયાલે ફેંકેલી છેલ્લી ઓવરમાં KKRને જીતવા માટે 29 રનની જરૂર હતી. ઉમેશ યાદવે (અણનમ 5) પ્રથમ બોલ પર સિંગલ ફટકાર્યો અને સ્ટ્રાઇક રિંકુના હાથમાં આવી. આ પછી રિંકુએ આગામી 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને અશક્ય જણાતી જીતને સંભવ બનાવી દીધી હતી. રિંકુ 21 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 1 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેણે ઉમેશ સાથે આઠમી વિકેટ માટે 52 રનની અતૂટ ભાગીદારી કરી હતી. KKR એ મેચ 3 વિકેટે જીતી લીધી હતી.