• આવતીકાલે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ રમાશે
  • ભારત અને પાકિસ્તાન આવશે આમને-સામને
  • મેચ પહેલાં રોહિત શર્માએ પત્રકાર પરિષદને કર્યું સંબોધન

આવતીકાલે વર્લ્ડકપની હાઈવોલ્ટેજ મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આવતીકાલે આમને-સામને આવશે. આ મેચ જોવા માટે સમગ્ર દુનિયામાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ આવશે, ત્યારે આ મેચ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં રોહિત શર્માએ જણાવ્યું કે, અમે દરરોજ નવા પડકારોનો સામનો કરવા તૈયાર છીએ.

રોહિત શર્માએ શું કહ્યું?

[[$googlead]]

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે આવતીકાલે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશું. અમને અમારી પ્રેક્ટિસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમારી ટીમ દરરોજ નવા પડકારોનો સામનો કરવા તૈયાર છે. વધુમાં કેપ્ટને કહ્યું કે, હું મારી ટીમની ક્ષમતાઓને સારી રીતે જાણું છું. ભારતીય ટીમનો એક પણ ખેલાડી પ્રેસરમાં નથી. શુભમન ગિલ અંગે રોહિત શર્માએ કહ્યું કે, આવતીકાલની મેચમાં 99 ટકા શુભમન ગિલ રમશે.

[[$alsoread]]

બંને ટીમ સરખી છે- રોહિત

વધુમાં રોહિત શર્માએ કહ્યું કે, આવતીકાલે ટોસ કોણ જીતે છે એ મહત્વનું ફેક્ટર નથી. અમે પાકિસ્તાન સામે લડવા સંપૂર્ણ તૈયાર છીએ. અમારી દરરોજ અમારે સારૂં ક્રિકેટ રમવાનું હોય છે. બંને ટીમ સરખી છે. જેથી કાલની મેચને પણ અમે બીજી મેચની જેમ જ લઈશું.

બાબર આઝમે પણ કરી હતી પત્રકાર પરિષદ

ભારત અને પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝામે પ્રી-મેચ કોન્ફરન્સ કરી હતી. પ્રી-મેચ કોન્ફરન્સમાં બાબરે રેકોર્ડ અંગે વાત કરતા કહ્યું કે, ‘વર્લ્ડકપમાં ભારત સામેનો 7-૦ ના રેકોર્ડનું ટીમ પર કોઇ પ્રેસર નહીં હોય કારણકે તમામ રેકોર્ડ તૂટવા માટે જ હોય છે, આવતીકાલે વર્લ્ડકપ રેકોર્ડ તોડવા માટે રમીશું. મેચના પ્રેસર અંગે બાબર આઝમે કહ્યું કે, મોટા ક્રાઉડ સામે રમવાનો અમને અનુભવ છે તેથી અમે બિલકુલ પ્રેસર નહીં અનુભવીએ હૈદરાબાદની જેમ અમદાવાદમાં પણ અમને સપોર્ટ મળશે એવો વિશ્વાસ છે. ખેલાડી પોતાને જેટલા શાંત રાખી શકશે એટલું પ્રેસરને હેન્ડલ કરી શકાય છે. મેચના પ્રેસર સાથે ટીકીટ માટે પણ વધારે પ્રેસર હોય છે. બાબર આઝમે વધુમાં કહ્યું કે, ભારતમાં અંડર લાઇટ બેટિંગ અંડર લાઇટ બેટિંગ ભારતમાં વધારે સરળ રહ્યું છે. ફિલ્ડંગ અંગે કેપ્ટને કહ્યું કે, ફિલ્ડિંગ પર અમારી ટીમ પુરતું ધ્યાન આપી રહી છે.

  • Follow us on: