• IPLમાંથી બહાર થયો મોહમ્મદ શમી
  • પગની ઘુંટીમાં ઇજાના કારણે બહાર થયો શમી
  • શમીનું  T20 વર્લ્ડ કપ 2024માં રમવા પર સસ્પેન્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર મોહમ્મદ શમી સમગ્ર આઈપીએલ સીઝનમાંથી બહાર છે. તેના પગની ઘૂંટીમાં ઈજા છે જેના માટે તે લંડનમાં સર્જરી કરાવશે. આ પછી, 1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024માં તેના રમવા પર સસ્પેન્સ છે. ભૂતપૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ થયા બાદ ગુજરાતની ટીમને આ બીજો ફટકો છે. શુભમન ગિલ આગામી સિઝનમાં ટીમની કમાન સંભાળશે.

શુભમન ગિલ માટે મોટો પડકાર

આ વખતે ગુજરાત ટાઇટન્સ તેના નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યા હવે ટીમમાં નથી અને ટીમનો અન્ય અનુભવી ખેલાડી મોહમ્મદ શમી પણ બહાર છે. આવી સ્થિતિમાં ગુજરાત માટે અનેક પડકારો ઉભા થવાના છે. ગુજરાતની ટીમ છેલ્લી બંને સિઝનમાં ફાઈનલ રમી ચૂકી છે. IPL 2022માં ગુજરાતની ટીમ પણ ચેમ્પિયન બની હતી. ટીમ ગત સિઝનમાં રનર્સ અપ રહી હતી.


ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ

શુભમન ગિલ (C), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા (wk), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, કેન વિલિયમસન, દર્શન નલકાંડે, જયંત યાદવ, રાહુલ તેવાટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી (આખી સિઝનમાંથી બહાર), આર. સાઈ કિશોર, રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, રોબિન મિંઝ.

T20 વર્લ્ડ કપ રમવો મુશ્કેલ

તમને જણાવી દઇએ કે T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવાનો છે. ટીમોએ મેના પ્રથમ સપ્તાહ સુધીમાં તેમની સ્ક્વોડ જાહેર કરવાની રહેશે. આ સિવાય ટીમોએ 20 મે સુધીમાં તેમની ટીમને અંતિમ સ્વરૂપ આપવું પડશે. IPL 2024ના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને T20 વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. શમી ઘણા સમયથી T20 ઈન્ટરનેશનલ પણ રમ્યો નથી. તે વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ કરશે તે કહેવું મુશ્કેલ હશે. તેથી તેના માટે હવે ટી20 વર્લ્ડકપ 2024માં રમવું મુશ્કેલ માનવામાં આવે છે.

  • Follow us on: