• સૌથી ઓછી ઇનિંગ્સમાં 26 હજાર રન પૂરા કરનારની સિદ્ધિ મેળવી

  • ક્રિકેટમાં સર્વાધિક રન નોંધાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે
  • કોહલીએ વન-ડે કારકિર્દીની 48મી સદી પણ ફટકારી હતી

કોહલીએ બાંગ્લાદેશ સામે 77મો રન બનાવવાની સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 26 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ ઇનિંગ દરમિયાન કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વાધિક રન નોંધાવનાર બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે પણ આવી ગયો છે અને તેણે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ રાખી દીધો છે. કોહલીએ વન-ડે કારકિર્દીની 48મી સદી પણ ફટકારી હતી. કોહલીએ 567મી ઇનિંગમાં ફાસ્ટેસ્ટ 26 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ સચિનનો રેકોર્ડ પણ તોડયો હતો જેણે 600 ઇનિંગ્સમાં 26 હજાર ઇન્ટરનેશનલ રનનો માઇલ સ્ટોન પાર કર્યો હતો. કોહલીએ વર્લ્ડ કપમાં રનચેઝ કરતી વખતે પ્રથમ સદી ફટકારી છે. બાંગ્લોદશ સામે આ તેની બીજી, વન-ડેમાં 48મી તથા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 78મી સદી નોંધાઇ છે.


  • Follow us on: