- વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ હિંસા થઈ, ઢાકામાં કરફ્યૂ લદાયો
- બાંગ્લાદેશ પાસેથી વૈશ્વિક વિમેન્સ ટૂર્નામેન્ટની યજમાની છીનવી લેવામાં આવશે
- અમારી વિશેષ સુરક્ષા સમિતિ બાંગ્લાદેશમાં સલામતીના મુદ્દે સતત નજર રાખી રહી
ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશ વિમેન્સ ટી20 વર્લ્ડ કપની યજમાની કરવાનું છે પરંતુ વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વાતાવરણ ચિંતાજનક બન્યું છે.
આઈસીસીએ સંકેત આપી દીધો છે કે જો પરિસ્થિતિ વધારે બગડશે તો બાંગ્લાદેશ પાસેથી વૈશ્વિક વિમેન્સ ટૂર્નામેન્ટની યજમાની છીનવી લેવામાં આવશે. આઇસીસીએ જણાવ્યું હતું કે અમારી વિશેષ સુરક્ષા સમિતિ બાંગ્લાદેશમાં સલામતીના મુદ્દે સતત નજર રાખી રહી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશ પોલીસે સરકારી નોકરીઓમાં ક્વોટા સિસ્ટમમાં સુધારો કરવા માટે વિદ્યાર્થઓના પ્રદર્શન બાદ થયેલી હિંસાઓની ઘટનાના કારણે કરફ્યૂ લાદી દીધો છે અને આર્મ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.










