- એબી ડિવિલિયર્સની ભવિષ્યવાણી સાચી થઈ
- શાહીન અફરીદીને લઈ કરી હતી ભવિષ્યવાણી
- હવે એબી ડિવિલિયર્સનું ટ્વીટ વાયરલ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન અફરીદીએ શાનદાર બોલિંગ કરી હતી. આ બોલરે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 4 ભારતીય ખેલાડીની વિકેટ લીધી હતી. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી આ મેચમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. આ તમામ વચ્ચે સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડિવિલિયર્સનું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
એબી ડિવિલિયર્સે શાહીનને લઈ શું કહ્યું?
સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડિવિલિયર્સે એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે, આપણે ભારત-પાકિસ્તાન મેચમાં શાહીન આફરીદીની બોલિંગમાં લયની વાત કરી રહ્યા હતા. ક્રિકેટ ફેન્સનું માનવું છે કે, શાહીન અફરીદી યોગ્ય લયમાં બોલિંગ કરી શકતો નથી. હું પહેલાં પણ બોલ્યો હતો કે, શાહિન અફરીદીની બોલિંગમાં કાંઈ ફરક પડ્યો નથી. તે ભારત વિરુદ્ધ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે. જો કે, સાઉથ આફ્રિકાના દિગ્ગજે ઈમોજી સાથે મજાકીયા અંદાજમાં આ વાત લખી હતી.
એબી ડિવિલિયર્સનું ટ્વીટ વાયરલ
એબી ડિવિલિયર્સે આગળ લખ્યું કે, જો તમે કોઈ વાતની ભવિષ્યવાણી કરો અને આગળ આ ભવિષ્યવાણી સાચી પડે, તો નિશ્વિતપણે ખુશી મળે છે. અત્યારે એબી ડિવિલિયર્સનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.